ગોંડલમાં ઝૂલે ઝુલતા બાળકનો પગ લપસતા મોતને ભેટ્યો- એકના એક દીકરાના મોતથી પરિવારમાં માતમ

ગોંડલ(ગુજરાત): હાલમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોંડલ(Gondal)માં નગરપાલિકા સંચાલિત ભગવતસિંહજી ગાર્ડન(Bhagwat Singhji Garden)માં રજાના છેલ્લા દિવસોમાં નાના બાળકો હીચકાની માણવા આવે છે. આ દરમિયાન, મોવીયા રોડ(Movia Road) પર રહેતા શ્રમિક પરિવારની 15 વર્ષીય કિશોર ગઇકાલે અકસ્માતે ઝુલા પરથી પડી ગયો હતો. તેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ(Hospital)માં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ અહી ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અકાળે પુત્ર ગુમાવનારા માતા-પિતા સહિત પરિવાર શોકમાં ગરકાવ છે.

મળતી માહિતી મુજબ, શહેરના મોવિયા રોડ પર પશુ દવાખાના નજીક હુસેની મસ્જિદની બાજુમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ઈમ્તિયાઝભાઈ દોઢીયાનો એકનો એક 15 વર્ષીય પુત્ર મહમદહુસેન મિત્ર સાથે કોલેજ ચોક પાસે આવેલા ભગવતસિંહજી ગાર્ડનમાં હીચકા ખાવા માટે ગયો હતો. આ દરમિયાન, તે હીચકા પરથી લપસી ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવતા શ્રમિક પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ ઘટના અંગે ઈમ્તિયાઝભાઈ ડોઢિયાએ જણાવ્યું હતું કે, “એકના એક લાડકવાયાનું અકાળે નિધન થયું છે તેનું દુઃખ વર્ણવી શકાય તેમ નથી. હજુ ગઈ કાલે સવારે અમે પિતા-પુત્ર સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં પ્રવેશ માટે ગયા હતા અને તેમનો પણ પ્રવેશ થઈ ગયો હતો. ભરતી વખતે ફોર્મ તેણે મને કહ્યું, પપ્પા હું અંગ્રેજીમાં ફોર્મ પર સહી કરું છું અને તેણે સહી પણ કરી.

મળતી માહિતી મુજબ, સોમવારથી શાળા શરૂ થઇ રહી હોવાથી રજાના એક-બે દિવસ બાકી હોવાથી તે એક મિત્ર સાથે બગીચામાં ફરવા પહોંચી ગયો. પરંતુ જ્યારે તે ઝૂલા પરથી પડી ગયો ત્યારે તેની સાથે રહેલા મિત્રોએ મને બોલાવ્યો. જેથી હું હોસ્પિટલ પહોંચ્યો હતો.

પાર્કમાં થયેલા અકસ્માત અંગે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી અને કાર્યકારી પ્રમુખ ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. જ્યારે રજા ચાલી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં બાળકો બગીચામાં આવે છે. આમાંના કેટલાક બાળકો ખૂબ તોફાની હોવાથી સિક્યુરિટી દ્વારા અનેકવાર સમજાવવામાં પણ આવતા હોય છે.

પરંતુ, અમુક બાળકો માનતા હોતા નથી. અકસ્માતની દુર્ઘટના બાદ હાલના તબક્કે થોડા સમય માટે હીચકાને ગાર્ડનમાંથી દૂર કરી નાખવામાં આવ્યા છે. ત્યારે નગરજનોને એક સૂચન પણ કરવામાં આવી રહ્યું છે કે, જો ઘરમાં એક પણ વ્યક્તિ બાળકો સાથે આવી જાય તો કોઈ અકસ્માત ન થાય અને તે સુરક્ષિત રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *