વ્યક્તિના મૃત્યુ પછી અંતિમક્રિયામાં દરેક ધર્મમાં અલગ અલગ રીતિ રીવાજ હોય છે. મુસ્લીમ અને ખ્રિસ્તી ધર્મમાં શબને દાટવામાં આવે છે. તો હિંદુ ધર્મમાં શબને બાળવાનો રીવાજ છે. પણ ઘણી વાર તમે એવા કિસ્સા સાંભળ્યા હશે જેમાં ચિતા પર રાખેલ શબ અચાનક ઉભું થઈ જાય છે. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શબ ચિતા પર ઉભું થઈ ગયું હતું.
જાણવા મળ્યું છે કે, આ અજીબોગરીબ ઘટના ત્યાગી બાબા ઘાટ પર બની હતી. અહી એક મૃતકનું અંતિમ સંસ્કાર કરતા કેટલાક લોકો આવ્યા હતા. લોકો અંતિમ સંસ્કારની તૈયારીમાં જોડાયેલા હતા. પરંતુ, અચાનક મૃતક ઉઠીને બેસી ગયો. પહેલા તો લોકો ભયભીત થયા પણ મામલો શાંત થતા તેને પાછા લઈને ચાલ્યા ગયા. મરાંચી ગામમાં થયેલ આ અજીબોગરીબ ઘટનાની ખુબ ચર્ચા થઇ રહી છે.
ચિતા પરથી ઉઠેલા છોકરાએ એક ગજબનો ખુલાસો કર્યો હતો. એને જણાવ્યું કે, ઉપર યમલોકમાં હમણાં ઘણી બધી આત્માઓ માટે જગ્યા નથી. એટલે એ બધાને પાછા મોકલી રહ્યા છે, અને જયારે જગ્યા થશે તો પાછા બોલાવી લેશે. પણ ડોક્ટરોનું એવું માનવું છે, કે તેનું મૃત્યુ થયું જ નહિ હોય. એનો શ્વાસ ખુબ કમજોર થઇ જવાના કારણે તેને મૃત માનીને લોકો તેનું અંતિમ સંસ્કાર કરવા ગયા હશે પરંતુ હકીકતમાં એ જીવિત હશે.
મળતી માહિતી મુજબ, એવું જાણવામાં આવ્યું છે કે કેટલાક લોકો એક શબનું અંતિમ સંસ્કાર કરવા મંરાચીના ત્યાગી બાબા ઘાટ આવ્યા હતા. અને જે વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરવા લોકો આવ્યા હતા તેમનું ઠંડીના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. તેમનું શબ ઘાટના કિનારે રાખેલું હતું. લાકડીઓ અને અન્ય આવશ્યક સામગ્રીઓની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી.
ઘાટ પર રહેલ ભોળા મલિક અને મનોજ મલિકે જણાવ્યું કે, મનીજના પિતાએ જ અંતિમ સંસ્કાર કરાવવાનું હતું. એટલા માટે તેમની રાહ જોવામાં આવી રહી હતી. ડોમ રાજાની રાહ જોતા લોકો ઘાટના કિનારે બેઠા હતા. ત્યારે આ ઘટના બની હતી. ડોક્ટરનું કહેલું કથન યોગ્ય જણાઈ રહ્યું છે. પણ છોકરાનું કહેવું છે કે, ઉપર યમલોકમાં જગ્યા નથી એ થોડું વિચિત્ર લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.