રાજકોટમાં ધો.8ની વિદ્યાર્થિનીની બહેનપણીના ભાઇએ લગ્નની લાલચમાં બેવાર આચર્યું દુષ્કર્મ 

રાજકોટમાં સગીરાના ભાઈએ જ તેની બહેરની બહેનપણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભાઈએ વિદ્યાર્થીને લગ્નની લાલચ આપીને 2 વાર બળત્કાર ગુજાર્યો હતો. હવસ સંતોષાયા બાદ આરોપીએ વિદ્યાર્થિનીને કહ્યું કે, તારે અને મારે કઈ નહીં, તુ તારા રસ્તે અને હું મારા રસ્તે. ત્યારે વિદ્યાર્થિનીએ પરિવારજનોને જાણ કરી હતી. પરિવારે આરોપી વિરુધ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરુ કરી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં ધો.8માં ભણતી છાત્રા પર બહેનપણીના જ ભાઇએ લગ્નની લાલચ આપી બેવાર દુષ્કર્મ આચર્યો હતો. શેખર સુરતભાઇ આહુજાએ લગ્ન કરવા સગીરાને સુરત બોલાવ્યા બાદ કહ્યું કે, હવે તારે અને મારે કઈ નહી. તેથી યુવતી તેના સંબંધીના ઘરે ગયા બાદ ત્યાંથી રાજકોટ પરત ફરી હતી. રાજકોટ આવી પછી માતાને તમામ હકિકત જણાવી હતી અને બી-ડિવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુધ ફરિયાદ નોંધાવતાં પોલીસે બળાત્કાર, પોક્સો હેઠળ ગુનો નોંધી કેસ મહિલા પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.

સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પુત્રી હાલ ધો.8માં અભ્યાસ કરે છે. તેની એક બહેનપણી સુરતમાં રહે છે. જે ઘરે આવતી જતી રહે છે. મારી દીકરીની બહેનપણીના ઘરે કોઇ પ્રસંગ હોવાથી તેનો કૌટુંબિક ભાઇ શેખર રાજકોટ આવ્યો હતો. મારી પુત્રીને શેખર સાથે જુન-2020માં પરિચય થયો હતો. શેખરે પુત્રીને લગ્નની લાલચ આપ્યા બાદ રાજકોટમાં અલગ-અલગ સ્થળે બે વખત મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતું.

શેખર રાજકોટથી સુરત ગયા બાદ થોડા દિવસ પછી મારી પુત્રીએ લગ્ન બાબતે શેખરેને પૂછ્યું ત્યારે તેને જણાવ્યુ હતું કે, તું અહીંયા આવી જા, આપણે સુરત લગ્ન કરી લઇશું. આથી મારી દીકરી પરિવારને કહ્યા વગર જ સુરત પહોંચી ગઇ હતી. સુરતમાં શેખરને મળ્યા બાદ થોડા કલાકો સાથે રહ્યા બાદ શેખરે કહ્યું કે, હવે તું તારા રસ્તે હું મારા રસ્તે.

રાજકોટ રહેતા તેમના પરિવારજનોએ સગીરાને શોધતા હતા. ત્યારે તેમને જાન થઇ હતી સગીરા સુરત છે. ત્યારબાદ રાજકોટ પરત ફરતાં થોડા સમય ઉદાસ રહેતા માતાએ સગીરાને પૂછ્યું ત્યારે પુત્રીએ તમામ હકિકત જણાવી હતી અને તરત જ બી-ડીવીઝન પોલીસે પહોંચી ગયા હતા. PI ઔસુરા, PSI કોડયાતર અને મહિલા પોલીસ કર્મચારીને સાથે રાખી ફરિયાદ નોંધાવી હતી. સુરતનાં શેખર આહુજા સામે ફરિયાદ નોંધાવ્યા બાદ કેસ મહિલા પોલીસ મથકને સોંપવામાં આવતાં PSI લાઠીયા તપાસ શરુ કરી છે. પરંતુ આરોપી હજુ પોલીસ ગીરફથી દુર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *