હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે ગઈકાલે ગુરૂવારે મોડી સાંજે છોટા ઉદેપુર(Chota Udaipur) જિલ્લાના પાવી જેતપુર(Pavi Jetpur) તાલુકાના ઘુટણવડ(Ghutanwad) ગામે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં બહેને પ્રેમલગ્ન કરતાં અકળાયેલા ભાઈએ બનેવીને બંદૂકના ધડાકે મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યારા ભાઈના કારણે 8 મહિનાની ગર્ભવતી(pregnant) બેનના સૌભાગ્યનો સૂરજ સદાયને માટે આથમી ગયો હતો. જો કે, પાવી જેતપુર પોલીસ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હત્યારા સાળાની ધરપકડ કરી હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
8 મહિનાની ગર્ભવતી બેનના સૌભાગ્યનો સૂરજ આથમ્યો:
મળતી માહિતી અનુસાર, પાવી જેતપુર તાલુકાના ઘુટણવડ ગામના સુનિલભાઈ શંકરભાઈ રાઠવાને બાજુના જ કિકાવાડા ગામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ બંન્ને પ્રેમી પંખીડાઓએ દોઢ વર્ષ પહેલાં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. તેમ છતાં યુવતીના લગ્ન તેના પરિજનોને અન્ય જગ્યાએ કરી દીધા હતા.
પરંતુ યુવતી થોડા મહિના જ પોતાના પતિને ત્યાં રહી હતી અને પોતાના પ્રેમને પામવા ઘરે પાછી આવીને પ્રેમી સાથે રહેવા લાગી હતી. તેમજ તે પોતાના પ્રેમી સાથે સુખી દાંમ્પત્યજીવન જીવી રહી હતી. સુખી દાંમ્પત્ય જીવન દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી અને તેને આઠ મહિના પણ થઈ ચૂક્યા છે.
બહેન ભાઈના હાથમાં બંદૂક જોતા ખેતરમાં દોડીને ભાગી:
પરંતુ આ સુખી ત્યારે દાંમ્પત્યજીવન યુવતીના ભાઈથી જોવાયું ન હતું. જેના કારણે તેણે મોકો મળતાં જ ગઈકાલે મોડી સાંજે પોતાના પિતાની બંદૂક લઇને કિકાવાડાથી ઘૂંટણવડ પોતાની બહેનની સાસરીમાં પહોંચી ગયો હતો. ત્યાં જઈને બુમાબુમ કરતા બનેવી સુનિલભાઈ ઘરની બહાર નીકળ્યા હતા અને સાથે જ બહેન પણ ઘરની બહાર આવી હતી. બહાર આવેલી બહેને ભાઈના હાથમાં બંદૂક જોતા તે ખેતરમાં દોડીને ભાગી ગઈ હતી અને સુનીલભાઈ પણ ખેતરમાં બીજી બાજુ ભાગતા હતા.
બનેવીને બંદૂકના ધડાકે મોતને ઘાટ ઉતારી દીધો:
આ દરમિયાન બહેનના પ્રેમલગ્નથી અકળાયેલા સાળા સચિને પોતાના બનેવીને પીઠમાં બંદૂકની ગોળી મારી દીધી હતી. જેથી સુનીલભાઈ જમીન પર ફસડાઈ પડ્યા હતા. સુનીલભાઈ જમીન પર ફસડાઈ જવા છતાં સાળા સચિનનો ક્રોધ ઓછો થયો ન હતો. જેથી બંદુકનો પાછળનો ભાગ સુનિલને માથામાં અને શરીર પર મારવા લાગ્યો હતો. બંદૂકની ગોળીથી અને મારથી ઘાયલ થયેલા સુનિલે ત્યાં ખેતરમાં જ દમ તોડી દીધો હતો. ત્યારબાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ગોળીથી અને મારથી ઘાયલ થયેલા સુનિલે ખેતરમાં જ દમ તોડ્યો:
પોલીસને જાણ કરતાં પાવી જેતપુર પોલીસ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે સુનિલભાઈની લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી અને હત્યારા સાળા સચિનને પકડીને જેલમાં સળિયા પાછળ ધકેલ્યો હતો. ઘટનાને પગેલ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.