દારૂની બોટલો લઈને જઈ રહેલ કારને નડ્યો કાળ- અકસ્માતમાં એકનું મોત, તો દારૂની હેરાફેરીનો થયો પર્દાફાશ

ગુજરાત(Gujarat): જસદણ(Jasdan)ના આટકોટ(Atkot) નજીક કાર અને ટ્રક સામસામી ધડાકાભેર અથડાઈ હતી, અકસ્માત(Accident)માં કાર પડીકુ વળી ગઈ હતી. કારમાં ગંભીર ઇજા સાથે ફસાયેલા ચાલક હરેશ વાસાણીને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. બાદમાં તેને બહાર કાઢી 108 મારફત નજીકની હોસ્પિટલે ખસેડાયો હતો, જોકે ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ દોડી ગઈ હતી. તપાસ કરતાં કારમાંથી 60 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે કારના માલિક હસમુખ નારાયણ સાકોરિયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 60 બોટલો મળી આવી હતી. પોલીસે કાર માલિક હસમુખ નારાયણ સાકોરીયા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આટકોટના ગોંડલ હાઈવે પર ખારચિયા અને દડવા ગામ વચ્ચે ગોંડલથી આટકોટ બાજુ આવતી ટ્રક અને કાર સામસામી ધડાકાભેર અથડાઇ હતી, જેમાં કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. કારનો આગળના ભાગનો એટલી હદે ભુક્કો થઈ ગયો હતો કે ચાલક હરેશ વીરજીભાઈ વાસાણીને બહાર કાઢી શક્ય ન હતા. પછી ક્રેન બોલાવી તેને બહાર કાઢવામાં આવ્યો હતો.

ત્યાર પછી લોકોએ 108ને જાણ કરતાં સાણથલી ગામની 108 ઘટનાસ્થળે દોડી આવી હતી. 108 મારફત હરેશને જસદણની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. હરેશ વીંછિયાના અમરાપુર ગામનો રહેવાસી હતો.

પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા 60 બોટલ દારૂની કારમાંથી મળી આવી હતી. પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે 1,72,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂની બોટલ લઇ મૃતક હરેશ ક્યાં જતો હતો, કોની પાસેથી દારૂનો જથ્થો લીધો એ દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *