અબજો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલો ‘એક્સપ્રેસ વે’ ઉદ્ઘાટનના 5માં દિવસે જ તૂટી પડ્યો- જુઓ વિડીયો

વરસાદ (rain)ને કારણે, બુંદેલખંડ એક્સપ્રેસ વે(Bundelkhand Expressway) તેના ઉદ્ઘાટનના 5 દિવસમાં જ જગ્યાએથી તૂટી ગયો. અબજો રૂપિયા પાણીની જેમ વહાવીને બનાવવામાં આવેલ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું…

વરસાદ (rain)ને કારણે, બુંદેલખંડ એક્સપ્રેસ વે(Bundelkhand Expressway) તેના ઉદ્ઘાટનના 5 દિવસમાં જ જગ્યાએથી તૂટી ગયો. અબજો રૂપિયા પાણીની જેમ વહાવીને બનાવવામાં આવેલ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ 16 જુલાઈના રોજ જાલૌન(Jalaun) જિલ્લાના કેથેરી ખાતે કર્યું હતું. આ જ બુંદેલખંડ એક્સપ્રેસ વેની વાસ્તવિકતા થોડા દિવસોમાં જ સામે આવી ગઈ. ગઈકાલે સાંજના વરસાદની વચ્ચે બુંદેલખંડ એક્સપ્રેસ વે પર ઠેર-ઠેર તૂટી ચુક્યો હતો. જેના કારણે અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાઈ રહી હતી.

જણાવી દઈએ કે બુંદેલખંડને નવી ઓળખ આપવા માટે બુંદેલખંડ એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યો છે. આ બુંદેલખંડ એક્સપ્રેસ ચિત્રકૂટના ભરતકુપથી શરૂ થાય છે અને ઇટાવાના કુદરેલ ખાતે મળે છે. 16 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું પ્રચાર સાથે ઉદ્ઘાટન કર્યું હતું. બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન બાદ તેના પર વાહનો દોડવા લાગ્યા. ત્યારે માત્ર 5 જ દિવસમાં એક્સપ્રેસ વેની ગુણવત્તા સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, બુંદેલખંડ એક્સપ્રેસ વે પર, કિલોમીટર નંબર 195 પર, છિરિયા સલેમપુર પાસે તૂટી ગયો હતો, જેના કારણે ગઈકાલે રાત્રે બે કાર અને એક બાઇક અથડાયા. વટેમાર્ગુઓએ તેનો વિડીયો પણ બનાવ્યો અને વાયરલ પણ કર્યો. આ સિવાય ઔરૈયા જિલ્લાના અજીતમલ પાસે પણ એક્સપ્રેસ વે તૂટી પડ્યો છે. ઉદ્ઘાટનના 5 દિવસ બાદ જ એક્સપ્રેસ વે તુટી જવાના કારણે ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમજ વહીવટી કર્મચારીઓમાં પણ હલચલ મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *