પ્રવાસમાં જઈ રહેલી માસુમ બાળકોને નડ્યો ભયંકર અકસ્માત: બસ પલટી જતાં15 વિધાર્થીઓ…

School Bus Accident: ઝારખંડની રાજધાની રાચીના સીકીદરી ઘટી વિસ્તારમાં એ સમયે હડકંપ મચી ગયો જ્યારે હુંડરૂ ધોધ જોવા માટે જઈ રહેલા શાળાના વિદ્યાર્થીઓથી ભરેલી બસ (School Bus Accident) એકાએક અનિયંત્રિત થઈ ઘાટીમાં પલટી ગઈ હતી.

આ ભીષણ દુર્ઘટના બાદ કુલ બસમાં લગભગ 12 થી 15 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને તેમને રાંચીના જ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જો કે સદનસીબે કોઈ જાન હાની થઇ નથી.

રાઈઝીંગ પબ્લિક સ્કૂલ કોડરમા ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ માટે રાંચી આવ્યા હતા. બસમાં સવાર થઈ હુંડરું ધોધ જોવા માટે જઈ રહ્યા હતા, આ દરમિયાન સિકિદિરી પાસે બસ નિયંત્રણ ખોઈ બેઠી અને પલટી ખાઈ ગઈ હતી. સ્કુલ બસ પલટી ખાવાને કારણે તેમાં બેઠેલા બાળકો ઘાયલ થઈ ગયા હતા.

તેમને સારી સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત થતી જાણકારી અનુસાર રાઈઝીંગ સ્ટાર સ્કૂલ કોડરમાના 60 બાળકો અને લગભગ 10 જેટલા શિક્ષકો સ્કૂલ બસમાં બેસી ધોધના દિદાર માટે જઈ રહ્યા હતા.

જણાવી દઈએ કે આ જગ્યા પર આવી કોઈ પહેલી દુર્ઘટના નથી. આના પહેલા ૨૦૨૩ માં બિહારના ગયા જિલ્લામાંથી આવેલા સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીઓને એક બસ દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી.