સુરત(Surat): શહેરમાં હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સરથાણા વિસ્તાર (Sarthana area)માં તક્ષશિલા આર્કેડ(Taxila Arcade) અને પ્રાણી સંગ્રહાલય(Zoo) પાસે આવેલા BRTS બસ સ્ટોપ ખાતે બસમાં આગ (fire)ની ઘટના બની હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. બસ સ્ટોપ પર એકાએક બસમાં આગ લાગતાં શાળા(school) અને કોલેજ(College) જતા વિદ્યાર્થીઓ પણ દોડતા થયા હતા. દરેક પોતાનો જીવ બચવી બસમાંથી ભાગ્ય હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
મોટી દુર્ઘટના ટળી:
હાલના દિવસોમાં સુરતમાં દરેક જગ્યાએ મોટા ભાગના શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ BRTS બસ અથવા તો સીટી બસનો ઉપયોગ કરતા હોય છે. એ જ રીતે આજે સવારે પણ શાળા અને કોલેજ જવાના સમય દરમિયાન જ સરથાણા વિસ્તારમાં BRTS બસમાં બસસ્ટોપ પર જ આગની ઘટના બનતાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ બસમાં બેઠા હતા, પરંતુ ધુમાડો નીકળતાંની સાથે જ સમયસૂચકતા દાખવીને તેઓ નીચે ઊતરી ગયા હતા. જેને પગલે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂને લીધી હતી.
આગ લાગવાનું કારણ હજુ અકબંધ:
આ ઘટનાનો વિડીઓ પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાઈ છે કે, BRTS બસ સ્ટોપ પર ઊભેલી બસમાં એકાએક આગ લાગતાંની સાથે જ કોઈ સમજે એ પહેલાં તો આગે સમગ્ર બસને લપેટમાં લઈ લીધી હતી. સવારના સમયે ખૂબ મોટી સંખ્યામાં અવરજવર કરનારા લોકો પણ બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે. આ બાબતે ફાયર અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.