ગુજરાત(Gujarat): બારડોલી(Bardoli)ના ધુલિયા(Dhulia) ચાર રસ્તા પાસે મંગળવારના રોજ સવારે અકસ્માત(Accident) સર્જાયો હતો. એસ.ટી વિભાગની બસ ધડાકાભેર રોડની બાજુમાં અથડાઈ હતી. પેસેન્જરને લઈને જઈ રહેલી બસનો ક્યાં કારણોસર અકસ્માત સર્જાયો તે અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી.
મળતી માહિતી અનુસાર, બારડોલી ડેપોની અને કોષ ગામેથી 84 જેટલા પેસેન્જર લઇને જઈ રહેલી GJ-18-Z-4477નાં ચાલક જીજ્ઞેશ પરમાર દ્વારા એસ.ટી બસ પુરપાટ હંકારી અકસ્માત સર્જાયો હતો. ધુલિયા ચાર રસ્તા પાસે એસ.ટી બસના ચાલકે રસના કોલા, ચાની લારી તેમજ એક રિક્ષાને ટક્કર મારી હતી. જેને કારણે લારી ગલ્લા અને રિક્ષાને નુકશાન થયું હતું.
જણાવી દઈએ કે, બારડોલીના ઇસ્લામ પૂરા વિસ્તારમાં રહેતાં ઇકબાલ ગુલામનબીવાળા કે જેઓ દરરોજ ડ્રેસનાં કાપડ વેચવા માટે ગામે ગામ જાય છે. તેઓ પણ માથાના તેમજ નાકના ભાગે ઈજાગ્રસ્ત થયા હતા. સાથે જ બસે 65 વર્ષના રાહદારી જમીલાબી પટેલને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, બસ ચાલકોને નાના રસ્તાઓ પર પુરપાટ ઝડપે ચલાવવાની છૂટ આપે છે કોણ? સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.