અમરેલીના લાઠી હાઈવે પર ટોડા ગામ નજીક પુલ પરથી નીચે ખાબકી એસ.ટીની વોલ્વો બસને અકસ્માત નડ્યો છે. આ ઘટના વહેલી સવારે 4 વાગ્યા આસપાસ છે. લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીક પુલ પાસે વોલ્વો એસટી બસે પલટી મારી છે. બસમાં 25થી 27 પેસેન્જર હોવાનું મનાય છે. જેમા 14થી 15 લોકોને સામાન્ય ઈજા થઈ છે. જ્યારે 4 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બસના કાચ તોડીને મુસાફરોને બસની બહાર કાઢવામાં આવ્યા અને તેમને 108 એમ્બ્યુલન્સથી અમરેલી, લાઠી, દામનગર, લીલીયામાં સારવાર અર્થે ખસેડાયા.
બસમાં 25થી 27 મુસાફરો સવાર હતા
ગાંધીનગર-દિવ રૂટની વોલ્વો બસ દિવ તરફ જતી હતી ત્યારે લાઠી-અમરેલી હાઇવે પર ટોડા ગામ નજીક પુલ પરથી એસ.ટીની વોલ્વો બસ નીચે ખાબકી હતી. કંડકટરનું કહેવું છે કે, બસમાં 25થી 27 મુસાફરો બેઠેલા હતા. જેમાં 14થી 15 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યારે 4 મુસાફરોને ગંભીર ઇજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું છે. બસના કાચ તોડી બહાર પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને અમરેલી, લાઠી, દામનગર અને લીલીયાની 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં અમરેલી ખસેડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.