બિકાનેર: બુધવારે સવારે ફૂલસ્પીડે દોડતી જાહેર બસે એક વ્યક્તિનો જીવ લઈ લીધો હોવાની એક ચકચારી ઘટના સામે આવી છે. જામસર બસ સ્ટેન્ડ પર બનેલી આ ઘટનામાં ઘાયલ યુવકનું પીબીએમ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. તેનો મૃતદેહ શબઘરમાં રાખવામાં આવ્યો છે. બપોર બાદ મૃતકની ઓળખ થઇ હતી. મૃતકની ઓળખ અનિલ અરોરા તરીકે થઈ છે, જે મુક્તપ્રસાદ નગરનો રહેવાસી છે.
બુધવારે સવારે લગભગ 10 વાગ્યે બિકાનેરથી શ્રી ગંગાનગર જતી જાહેર બસ જામસર બસ સ્ટેન્ડ પર પહોંચી અને ત્યાં ઉભેલા એક યુવાનને ટક્કર મારી હતી. પસાર થતા લોકોનું કહેવું છે કે, બસ ડ્રાઈવરે બેદરકારીથી બસ યુવાન પર ચડાવી દીધી હતી. તેને ઇજાગ્રસ્ત હાલતમાં બિકાનેરની પીબીએમ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર શરૂ કરતા પહેલા જ મોત નીપજ્યું હતું.
તેના કપડાંની ચકાસણી કરવા પર એવી કોઈ વસ્તુ નથી મળી કે જેને ઓળખ થઇ શકે. પેન્ટમાં બે ચાવીઓ મળી આવી છે જે તેના ઘરની હોઈ શકે છે. મોબાઈલ કે આઈડી દસ્તાવેજો પણ નથી. મારવાડ જન સેવા સમિતિના હરિકિશન સિંહ રાજપુરોહિત અને રમેશ વ્યાસે જણાવ્યું કે, પરિવારના સભ્યોની ગેરહાજરીને કારણે મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો છે.
ત્યારબાદ મૃતકની ઓળખ અનિલ અરોરા તરીકે થઈ હતી અને તેનો ભાઈ પીબીએમ હોસ્પિટલ પહોંચ્યો. જાણવા મળ્યું છે કે, અનિલ જામસરની એક ખાનગી ફેક્ટરીમાં ચોકીદાર તરીકે કામ કરતો હતો. બુધવારે તે પોતાના કારખાનાના કામથી ત્યાં ઉભો હતો કે અચાનક બસે તેને ટક્કર મારી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.