કળયુગી દીકરાએ તેની 70 વર્ષની દિવ્યાંગ માતાને જંગલમાં જંગલી જાનવરો વચ્ચે તરછોડી દીધી- સમગ્ર ઘટના જાણી રડી પડશો

દરેક માતા-પિતાને તેમના બાળક પાસેથી અપેક્ષા હોય છે કે, વૃદ્ધાવસ્થામાં બાળકો સહારો બને. આ અપેક્ષા ત્યારે તૂટી જાય છે જ્યારે બાળકોને માતા-પિતા બોજો લાગવા માંડે છે. રાજસ્થાનના કોટામાં પણ એક આવી જ ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, અહીં કળિયુગના એક દીકરાએ તેની 70 વર્ષની માતાને ઘરથી 10 કિમી દૂર કોલોના ગામના જંગલમાં એકલી મૂકી દીધી હતી. 2 દિવસ સુધી મહિલા ભૂખી-તરસી ત્યાં પડી રહી હતી. કારણ કે, તે ચાલી શકતી નહોતી.

આ દરમિયાન દીકરાને એકવાર પણ દયા ના આવી કે, જેણે જન્મ આપ્યો છે તેનું આ જંગલી જાનવરોની વચ્ચે શું થશે? તેમ છતાં આ માતાને વિશ્વાસ હતો કે, તેનો દીકરો ચોક્કસ આવશે. જોકે, તેની આ અપેક્ષા ખોટી હતી. દીકરાએ તો વૃદ્ધ માતાનો વિશ્વાસ તોડી નાખ્યો. પરંતુ, એ પછી જે થયું એનાથી લાગે છે કે માનવતા હજી મરી પરવારી નથી.

મહિલાની મદદ કરવામાં સામેલ ચૌથમલ ગુર્જરે જણાવ્યું હતું કે, ગામના લોકો જંગલોમાં જાનવર ચરાવવા જાય છે. તેમને જંગલમાં એક વૃદ્ધ મહિલા નિરાધાર પડી મળી આવી હતી. માહિતી મળતા જ તેઓ જંગલમાં ખાવાનું અને પાણી લઈને ગયા હતા. ત્યાં મહિલાની સ્થિતિ જોઈને અમારા આશ્ચર્યનો પાર ના રહ્યો.

મહિલા ચાલી નહોતી શકતી. અંદાજે અડધા કિમી સુધી તેના ઘસડાવાનાં નિશાન મળ્યાં હતાં. તેને જોઇને લાગી રહ્યું છે કે, કદાચ મહિલાએ ઘસડાઈ ઘસડાઈને જંગલ પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેની પાસે ખાવા માટે કઈ નહોતું. બે દિવસ પહેલાં વરસાદ પડ્યો હોવાથી જંગલમાં અમુક ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. કદાચ એ પાણી પીને જ મહિલાએ બે રાત પસાર કરી હોય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.

ત્યારબાદ જંગલમાં પહોંચેલા લોકોએ મહિલાને પાણી પીવડાવ્યું અને ભોજન પણ કરાવ્યું હતું. મહિલાએ વાતચીતમાં જણાવ્યું કે, તે રાનપુર વિસ્તારમાં તેના દીકરા સાથે રહે છે. બે દિવસ પહેલાં રતન તેને જંગલમાં મૂકી ગયો હતો. જતી વખતે તેણે કહ્યું હતું કે, તે પાછો આવશે. વાતચીતમાં વૃદ્ધ મહિલાએ વિશ્વાસથી કહ્યું હતું કે, મારો દીકરો જરૂર પાછો આવશે. ચૌથમલ અને તેમના સાથીઓ દ્વારા મહિલાના દીકરાનું એડ્રેસ મેળવવા માટે રાનપુરમાં સંપર્ક કરવામાં આવ્યો હતો. એડ્રેસ મળી જતાં વૃદ્ધ મહિલાને ઊંચકીને ગાડીમાં બેસાડીને તેને તેના ગામ મૂકી આવવામાં આવી હતી.

આ દરમિયાન માહિતી મળી હતી કે, દીકરો રતન લાલ મજૂરી કરતો હતો અને તેને દારૂની લત હતી. ચૌથમલે રાનપુરના સરપંચ અને કલેક્ટરને આખી વાત જણાવી હતી અને તેમની મદદથી મહિલાને તેમના ઘરે મૂકવા ગયા. ત્યાં પહોંચતાં જ ચૌથમલ અને રતન લાલ વચ્ચે ચર્ચા થયા બાદ ઝઘડો શરૂ થઈ ગયો હતો. બંને પક્ષ વચ્ચે ધક્કા-મુક્કી પણ થઈ હતી. રતન લાલ પોતાની ભૂલ માનવાની જગ્યાએ એમ કહેતો હતો કે, તેની માતા જ રાત્રે કહ્યા વગર ઘરેથી જતી રહી હતી. આટલું થયા પછી પણ મહિલાની મમતા દીકરા માટે ઓછી ના થઈ અને તેણે પોતાના દીકરાનો પક્ષ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *