ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આખી સરકાર આપશે રાજીનામું

ગુજરાત(Gujarat): રાજ્યમાં ભાજપ(BJP)ની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેને લઈને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગમે ત્યારે રાજ્યપાલની મુલાકાત લઈ શકે છે. જ્યાં તેઓ સરકાર રચવાનો દાવો કરશે. જોકે અહિયાં મહત્વની વાત તો એ છે કે, આ તમામ પ્રક્રિયા અગાઉ જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સહિત આખું મંત્રીમંડળ રાજીનામું આપશે. આ બાજુ જે શપથવિધિ માટે દિવસ નક્કી કરવામાં આવે તે જ દિવસે ધારાસભ્ય દળની બેઠક યોજાશે.

અમે તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે નવી સરકારની રચના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આખું મંત્રીમંડળ રાજીનામુ આપશે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સામે સરકાર રચવાનો દાવો કરશે. જોકે કેર ટેકર સરકાર તરીકે કામગીરી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, શપથવિધિ પહેલા સમગ્ર મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ રાજીનામું આપશે. તો વળી શપથવિધિ પૂર્ણ થયા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં ખાતાઓની વહેંચણી કરવામાં આવશે.

12 ડિસેમ્બરના રોજ નવી સરકારની થશે શપથવિધિ
ભાજપની પ્રચંડ જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જીત પછી સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને એક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. જે બાદમાં 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અહી શપથવિધિ કયા યોજાશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

અમે તમને જણાવી દઈએ કે, નવી સરકારની શપથવિધિ સંભવિત રીતે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાઇ શકે છે. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે અને શપથવિધિ સમારોહ યોજાશે.

વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022)માં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *