રીવર્સ જતી પીકઅપે મહિલાને કચડી, ઘટનાસ્થળે જ નીપજ્યું કરુણ મોત- જુઓ કમકમાટી ભર્યો વિડીયો

ભીલવાડા(Bhilwada): હાલમાં અકસ્માત(Accident)ની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં પગપાળા જઈ રહેલી એક મહિલાને રિવર્સ પીકઅપે(Reverse pickup) કચડી નાંખી હતી. ટક્કર બાદ મહિલાના માથાના…

ભીલવાડા(Bhilwada): હાલમાં અકસ્માત(Accident)ની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં પગપાળા જઈ રહેલી એક મહિલાને રિવર્સ પીકઅપે(Reverse pickup) કચડી નાંખી હતી. ટક્કર બાદ મહિલાના માથાના ઉપરના ભાગેથી ટાયર(Tire) નીકળી ગયું હતું. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગઈકાલે થયેલા અકસ્માતનો સીસીટીવી વીડિયો(CCTV video) હાલ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ઘટના ભીલવાડાના એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટની છે. મહિલા કંચન દેવી મજૂરી કામ વચ્ચે બ્રેક લઈને ચા પીવા જઈ રહી હતી. પીકઅપ ચાલક કારને પાછળ લઇ જતો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થતી મહિલાને પીકઅપે ટક્કર મારી હતી.

ટક્કર માર્યા બાદ પણ પીકઅપ ન અટક્યું અને મહિલાના માથાને કચડીને ચાલ્યો ગયો. માહિતી મળતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ત્યાં સુધીમાં પીકઅપ ચાલક સ્થળ  છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે પીકઅપ કબજે કરી લીધું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

ઘટના બાદ રોષે ભરાયેલા સંબંધીઓ મૃતદેહને હોસ્પિટલથી મંડી લાવ્યા અને વળતરની માંગ કરવા લાગ્યા. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. ઘણી સમજાવટ પછી તેઓ રાજી થયા. સુભાષ નગર પોલીસ સ્ટેશનના પ્રભારી પુષ્પા કસોટિયાએ જણાવ્યું કે, ભીલવાડાના આરકે વ્યાસ કોલોનીમાં રહેતી કંચનદેવી એગ્રીકલ્ચર માર્કેટમાં કામ કરતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *