ગુજરાત(Gujarat): રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શુભ શરૂઆત થઈ ચુકી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના રસી આપવાના અભિયાનનો પ્રારંભ ગાંધીનગર(Gandhinagar)ના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો. મુખ્યમંત્રી સવારે આ શાળામાં આવી પહોંચ્યા હતા અને કિશોરોના રસીકરણની કામગીરીને નિહાળી હતી. તેમણે કિશોરો સાથે સંવાદ પણ કર્યો હતો.
રાજ્યમાં કોરોના ફરી એક વખત વકરી રહ્યો છે, ત્યારે પીએમ મોદી(PM Modi)ની જાહેરાત મુજબ આજથી 15થી 18 વર્ષના બાળકોને રસી આપવાને લઈને થોડા દિવસ પહેલા આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ(Manoj Agarwal) દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેમાં બાળકોના વેક્સીનેશન(Vaccination)ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય અને કેન્દ્રીય આરોગ્ય વિભાગની બેઠકમાં પુરી થયા પછી મનોજ અગ્રવાલે એક પ્રેસ કોન્ફન્સ કરીને જણાવતા કહ્યું હતું કે, રાજ્યમાં 34 લાખ કરતા વધુ બાળકો હોવાનો એક પ્રાથમિક અંદાજ છે. તમામ જગ્યાઓએ કેમ્પના સ્વરૂપમાં કામગીરી યોજવામાં આવશે.
આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવતા કહ્યું હતું કે, કેન્દ્રિય આરોગ્ય સચિવ સાથે વેક્સિનેશન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. જેમાં 15થી 18 વર્ષના બાળકોને રસી મુદ્દે ખાસ પ્રકારની વાતચીત કરવામાં આવી છે. હાલમા સરકાર પાસે વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તમામ બાળકોની સાથે સાથે સીનિયર સીટિઝનને પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે તે પ્રકારની વાતચીત પણ થઇ છે. વેક્સિનના બંને ડોઝ લીધાના 9 મહિના બાદ બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે. સરકાર આ બૂસ્ટર ડોઝ તમામને ફ્રીમાં આપવામાં આવશે તે પ્રકારની પણ જાહેરાત કરવામાં આવી છે.
વધુમાં જણાવતા કહ્યું છે કે, હેલ્થ, ફ્રન્ટ લાઈન વોરિયર્સને 39 સપ્તાહ બાદ પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. 60 વર્ષથી વધુના કોમોરબીડ દર્દીઓને જ પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. જ્યારે બાળકો માટે 1 જાન્યુઆરીથી એટલે કે આજથી રજિસ્ટ્રેશન શરૂ થઇ જશે અને બાળકો માટે ઓનસાઈટ રજિસ્ટ્રેશન પણ ઉપલબ્ધ રહેશે. જેમાં રાજ્યના 34 લાખથી વધુ બાળકોને આવરી લેવામાં આવશે. તંત્ર દ્વારા બાળકોને વેક્સિન આપવા શાળાઓમાં જઈને કેમ્પ કરવામાં આવશે. આ સાથે સાથે જુદા જુદા જિલ્લાઓમાં કેમ્પ કરવામાં આવશે. જેના માટે જિલ્લાના અધિકારીઓ દ્વારા પ્લાનિંગ કરવામાં આવશે.
તેમણે એક વાત પણ ખાસ ભાર મૂકતા જણાવ્યું છે કે, જે બાળકો શાળામાં નથી તેવા બાળકો માટે પણ હર ઘર દસ્તક અભિયાન હેઠળ આવરી લેવાશે એટલે કે જે બાળકો શાળાએ નથી જતા તે બાળકોને ઘરે જઈને વેક્સિન મૂકી આપવામાં આવશે. બાળકોના રસીકરણ માટે COWIN પર જ રજિસ્ટ્રેશન થશે અને ઓન સાઈટ રજિસ્ટ્રેશન પણ ઉપલબ્ધ રહેશે તેવું મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.
જાણી લો રજિસ્ટ્રેશન માટેની સમગ્ર પ્રક્રિયા:
સૌથી પહેલા gov.in વેબસાઈટ પર જાવ. જો તમે કોવિન પર રજિસ્ટર્ડ નથી તો પહેલા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીં તમારે બાળકોનું નામ, ઉંમર જેવી કેટલીક માહિતી આપવાની રહેશે. રજિસ્ટ્રેશન પુરુ થયા બાદ પોતાના મોબાઈલ પર કન્ફોર્મેશન મેસેજ આવશે. એ બાદ તમે વિસ્તારનો પિન કોર્ડ નાંખો. તમારી સામે રસીકરણ સેન્ટરનું લીસ્ટ આવશે. આ બાદ તારીખ અને સમયની સાથે પોતાનો રસીકરણ સ્લોટ બુક કરો. આ બધુ જ કર્યા બાદ તમે રસીકરણ સેન્ટર પર જઈને પોતાના બાળકોને કોરોનાની રસી લગાવી શકશો. રસીકરણ સેન્ટર પર આવતા પહેલા તમારે આઈડેન્ટીટી પ્રૂફ અને સીક્રેટ કોર્ડની જાણકારી આપવાની રહેશે. જે રજિસ્ટ્રેશન કરવા પર મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.