નાનકડા બાળકે રમત-રમતમાં રમકડાંના ટ્રેકટર વડે માટીમાંથી બહાર કાઢ્યું મોટુંજબર JCB – જુઓ વાઈરલ વિડીયો

નાના બાળકો રમત-રમતમાં ઘણીવાર એવું કામ કરી નાખે છે કે જે મોટા પણ નથી કરી શકતાં. આજના આ લેખમાં એવાં એક નાના બાળક વિશે જાણીશું…

નાના બાળકો રમત-રમતમાં ઘણીવાર એવું કામ કરી નાખે છે કે જે મોટા પણ નથી કરી શકતાં. આજના આ લેખમાં એવાં એક નાના બાળક વિશે જાણીશું જેણે એવું કરી બતાવ્યું જે કદાચ મોટા પણ ન કરી શકત. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.

અત્યાર સુધીમાં આ વીડિયોને 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. એક નાનો બાળક તેના નાના ટ્રેક્ટર વડે ‘માટીના રસ્તા પર ફસાયેલા JCBને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને શેર કરતાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ લખ્યું, ‘તમારા બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે આ એક સરસ રીત છે,

પરંતુ જો તમારામાંથી કોઈએ અમારા રમકડા મહિન્દ્રા ટ્રેક્ટર સાથે તેને અજમાવ્યો, તો કૃપા કરીને યાદ રાખો કે માતાપિતા સાવચેત રહે.’ આનંદ મહિન્દ્રા દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વીડિયોને 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને તેને 23 હજારથી વધુ લાઈક્સ મળી છે.

આ સિવાય લગભગ 2500 વખત રી-ટ્વીટ પણ કરવામાં આવ્યા છે. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આનંદ મહિન્દ્રાના ટ્વિટ પર એક વ્યક્તિએ લખ્યું, ‘ચોક્કસપણે, આ કોઈપણ ભારતીય ગરીબ કૃષિ પરિવાર માટે સસ્તી વસ્તુ નહીં હોય, કારણ કે તેની કિંમત તેમની વાર્ષિક આવક કરતાં વધુ છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *