સુરતમાં 10 વર્ષીય માસુમ બાળકીને પીંખી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા

સુરત(Surat): શહેરમાં બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનારા આરોપીઓને કોર્ટમાં તાબડતોડ ઝડપી કાર્યવાહી કરીને સજા આપવામાં આવી રહી છે. ત્યારે હવે ડિસેમ્બર-2020 દરમિયાન પાંડેસરા(Pandesara) વિસ્તારની 10 વર્ષીય…

સુરત(Surat): શહેરમાં બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનારા આરોપીઓને કોર્ટમાં તાબડતોડ ઝડપી કાર્યવાહી કરીને સજા આપવામાં આવી રહી છે. ત્યારે હવે ડિસેમ્બર-2020 દરમિયાન પાંડેસરા(Pandesara) વિસ્તારની 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટના ઘા મારી હત્યા કરનાર આરોપી દિનેશ બૈસાણે(Dinesh Baisane)ને ગઈ 10મી ડિસેમ્બરના રોજ એડિશનલ સેશન્સ જજ એ.એન.અંજારિયાએ તમામ ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે આજે સજા સંભળાવતાં દોષિતને ફાંસીની સજાનો સુરત કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ દિનેશ ભેસાણને કોર્ટ દ્વારા ફાંસીની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. આરોપી દિનેશ ભેસાણએ બાળકીનું અપહરણ કર્યા બાદ તેને 7 વાર માથામાં ઈંટ મારીને હત્યાને અંજામ આપ્યો હતો. બાળકીના શરીર પર નરાધમ દ્વારા 40 જેટલા ઘા માર્યાના નિશાન મળી આવ્યા હતા. ત્યારે આ પ્રકારનું ખરાબ કૃત્ય આચરનાર નરાધમને આજે સુરતની કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે.

15 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી હતી:
હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ પોલીસે માત્રને માત્ર 15 દિવસમાં જ 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર પછી સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓને સામેલ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *