સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા કોઈ છે. આજે આપણે એક એવા જ વાયરલ વીડિયો વિષે ચર્ચા કરીશું. આ વીડિયો એક અમેરિકન દંપતીએ શેર કર્યો છે. વીડિયો શેર કરીને કહ્યું છે કે, ભારતમાંથી ઘણા ખરાબ સમાચાર આવે છે, પરંતુ અહીં વધારે સારા અનુભવ થાય છે ભારત એક સુંદર દેશ છે’.
આ વાયરલ વીડિયોને 55 લાખથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એક અમેરિકન દંપતી ભારત ફરવા માટે આવ્યું અને અને તે સમયે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેમનું પર્સ ટ્રેનમાં પડી ગયું હતું. આ પર્સમાં તમામ ડોક્યુમેન્ટ્સ અને પંદર હજાર જેટલા રોકડા પૈસા પણ હતા.
સ્ટેફની અને પીટર એક અમેરિકન કપલ છે. તેઓ થોડા દિવસ પહેલાં ભારત ફરવા માટે આવ્યાં હતાં. સ્ટેફની અને પીટરનું ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ખોવાયેલું પર્સ ભુજ રેલવે સ્ટેશન પર રેસ્ટોરન્ટ ચલાવતા 23 વર્ષના ચિરાગ રાજગોરને મળ્યું હતું.
ત્યાર બાદ ચિરાગે પર્સમાં હતા તે ડોક્યુમેન્ટ્સ જોયા અને સ્ટેફની અને પીટરનું સોશિયલ મોળિયાં એકાઉન્ટ શોધ્યું અને તેમને મેસેજ કરીને જણાવ્યું કે તેમનું ખોવાયેલું પર્સ મને મળ્યું છે તો તમે લઇ જાજો. આ પર્સમાં ATM ડેબિટ કાર્ડ, પાસપોર્ટ અને લગભગ 15 હજાર જેટલી રોકડ પૈસા હતા. આ ઉપરાંત વોલેટમાં એ પોતે યુટ્યૂબ ચેનલ ચલાવે છે એ અંગેનાં 20 જેટલા કાર્ડ હતાં.
A tourist forget a wallet in India on the train and Chirag returns to her when finds it
OM, this is Hindusthan❤️💞❤️ pic.twitter.com/vUN02XIgfY
— Priya (@priyaakulkarni2) February 5, 2023
ત્યાર બાદ અમેરિકન દંપતી સ્ટેફની અને પીટરન જયારે પર્સ લેવા માટે પહોચ્યા ત્યારે તેમને આ વીડિયો ઉતાર્યો હતો તેમને આ વીડિયોમાં ભારત અને ભારતની સંસ્કૃતિના ખુબજ વખાણ પણ કર્યા છે. સ્ટેફની અને પીટરે કહ્યું કે, અમે જયારે પર્સ લેવા માટે ગયા ત્યારે અમે ચિરાગને ટિપ (પૈસા) આપ્યા હતા પણ ચિરાગે પૈસા લેવાની ચોખ્ખી જ ના પાડી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.