ઉજ્જૈન(Ujjain): ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar temple)માં શિવ નવરાત્રી ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ માટે ઘણા દિવસો અગાઉથી તૈયારીઓ શરૂ થઈ જાય છે. ભગવાન મહાકાલને 9 દિવસ સુધી વિવિધ સ્વરૂપોમાં શણગારવામાં આવે છે. આ માટે દૂર-દૂરથી સામગ્રી લાવવામાં આવે છે. આ દરમિયાન ભગવાન મહાકાલને ઉમા મહેશ, ઘાટટોપ, ચંદન શ્રૃંગાર, મન મહેશ, શિવ તાંડવ, છબિના વગેરે સ્વરૂપોમાં શણગારવામાં આવે છે.
એક મહિના પહેલાથી જ તૈયારીઓ ચાલી રહી છે:
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં મહાશિવરાત્રિ પહેલા શિવ નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે. આ 9 દિવસોમાં ભગવાન મહાકાલને 9 અલગ-અલગ સ્વરૂપોમાં શણગારવામાં આવે છે. આ માટે મહાકાલ મંદિરના પંડિતો અને પુરોહિતો એક મહિના અગાઉથી તૈયારીઓ કરે છે. આ વિશેષ શણગાર માટે દૂર-દૂરથી સામગ્રી લાવવામાં આવે છે. શણગારમાં વપરાતી દરેક સામગ્રી કુદરતી જ હોય છે. શિવરાત્રી દરમિયાન મંદિરમાં ભોલેનાથના દર્શન કરવા માટે ભક્તોની ખુબ જ ભીડ હોય છે.
ભગવાન શિવને હળદર અને માતા પાર્વતીને મહેંદી:
મહાશિવરાત્રિ પહેલા, શિવ નવરાત્રિ દરમિયાન ભગવાન મહાકાલને ઘણી વિશેષ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આ દરમિયાન શિવલિંગ પર ચંદન અને ભાંગ ચઢાવવામાં આવે છે, જ્યારે જલાધારી પર હળદર ચઢાવવામાં આવે છે. તેની સાથે જ માતા પાર્વતીને મહેંદી લગાવવામાં આવે છે. આ પછી, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ ઉત્સવ ઉજવવામાં આવે છે. ભગવાન મહાકાલ વરરાજા બને છે. આ દિવસે દેશભરમાંથી ભક્તો મહાકાલ મંદિરના દર્શન કરવા પહોંચે છે. આ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે મહાકાલ મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.