કોરોનાવાયરસ ની સંખ્યા દુનિયામાં ઝડપથી વધી રહી છે. એવામાં અમેરિકા એવો દેશ છે જ્યાં કોરોનાના લીધે સૌથી વધારે મૃત્યુ થઈ ચૂક્યા છે.શનિવારની સવાર સુધી અમેરિકામાં મોતનો આંકડો ૭૭,૦૦૦ પહોંચી ગયો છે.એવામાં ઘણા અમેરિકાના શહેરોમાંથી lockdown તોડવા અને સામાજિક અંતરના નિયમોનું પાલન ન કરવાની ખબર પણ આવી રહી છે. તેમજ અમેરિકામાં ઘણા અધિકારીઓ કોરોના પાર્ટી ને લઈને ચિંતામાં પડી ગયા છે.
Afp ના રિપોર્ટ અનુસાર વોશિંગ્ટનના એક કાઉન્ટીના અધિકારીએ જાણકારી આપી છે કે વિસ્તારમાં કોરોનાના સો એવા કેસ સામે આવ્યા છે જે કોરોનાવાયરસ પાર્ટીના કારણે ફેલાયા છે. પાર્ટીમાં લોકોએ જાણીજોઈને વાયરસને ફેલાવ્યો.
વોશિંગ્ટનના હેલ્થ સેક્રેટરી એ કહ્યું કે મહામારી વચ્ચે લોકોનું ભેગું થવું ખતરનાક છે. તેનાથી લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની આશંકા વધી જાય છે અને મૃત્યુ પણ થઇ શકે છે.
અમેરિકન અધિકારીએ એ પણ કહ્યું કે કોરોના થી સાજા થઇ ચૂકેલા લોકો લાંબા સમય સુધી બીમાર નહીં પડે તેના વિશે પણ હાલ કોઇ જાણકારી નથી.અધિકારીએ એમ પણ કહ્યું કે લાંબા સમય બાદ આપણા શરીર પર વાયરસ ની શું અસર થશે હાલમાં તેના વિશે પણ જાણી શકાયું નથી.
ગયા મહિને અમેરિકાના શિકાગોમાં પણ સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કરતી એક પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પાર્ટી માટે એક ઘરમાં સેંકડો લોકો જમા થયા હતા. પાર્ટીમા સામેલ એક યુવાને જાતે જ વીડિયો અપલોડ કર્યો હતો.
કોરોનાવાયરસ ના નામે થનારી પાર્ટીઓમાં જે લોકો સંક્રમિત નથી, તેવા લોકો પોઝિટિવ લોકો સાથે બેસે છે જેનાથી તેમને પણ સંક્રમણ થઈ જાય.હેલ્થ સેક્રેટરી નું કહેવું છે કે આ રીતે તેના વર્તાવથી મામલાની સંખ્યા મોટા પ્રમાણમાં વધી જશે અને વોશિંગ્ટનમાંથી lockdown હટાવવામાં પણ મોડું થશે.
કાઉન્ટીના કોમ્યુનિટી હેલ્થ ડાયરેક્ટર કહે છે કે કોન્ટેક્ટ ટ્રેસિંગથી માલુમ પડ્યું છે કે બિનસંક્રમિત લોકો પાર્ટીમાં પોઝિટિવ થવાના ઉદ્દેશથી સામેલ થયા હતા. તેમણે કહ્યું કે અમને નથી ખબર કે આ પાર્ટી ક્યારે થઇ રહી છે. કેસ સામે આવ્યા બાદ જ અમને આ વાતની જાણ થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news