ગુજરાતના આ ચાર શહેર WHO સાથે મળીને કોરોનાનો ઈલાજ શોધશે

કોરોના મહામારીનો ઉપચાર શોધવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગેવાનીમાં યોજાનાર ક્લીનિકલ ટ્રાયલમાં ગુજરાતના ચાર શહેર ભાગ લેશે. તેમાં અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ સામેલ…

કોરોના મહામારીનો ઉપચાર શોધવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગેવાનીમાં યોજાનાર ક્લીનિકલ ટ્રાયલમાં ગુજરાતના ચાર શહેર ભાગ લેશે. તેમાં અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ સામેલ છે. આ ટ્રાયલમાં ચાર દવાઓ રેમડેસિવીર, લોપિનાવિર, હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને ઇન્ટરફેરૉનની દર્દીઓ પર અસર અને કોરોના દર્દીની સારવારના ધોરણો નક્કી કરવામાં આવશે.

ગુજરાતના મુખ્ય સ્વાસ્થ્ય સચિવ જ્યંતી રવિએ જણાવ્યુ છે કે ક્લીનિકલ ટ્રાયલમાં દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધાર, મૃત્યુ દર, વેન્ટિલેટર સપોર્ટની જરૂરત અને અન્ય દવાઓના રિયેક્શન વગેરે પર પણ ચર્ચા થશે.

ક્લીનિકલ ટ્રાયલમાં ભાગ લેવા માટે અમદાવાદથી બી જે મેડિકલ કૉલેજ અને સરદાર વલ્લભભાઇ પટેલ હૉસ્પિટલ, વડોદરાથી ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી મેડિકલ કૉલેજ, સુરતના ન્યૂ સિવિલ હૉસ્પિટલ અને રાજકોટથી પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કૉલેજને પસંદ કરવામાં આવી છે. આ ટ્રાયલમાં વિશ્વભરના લગભગ 100 દેશ ભાગ લેશે.

ડબ્લ્યૂએચઓ અનુસાર ટ્રાયલ દરમિયાન કોરોના ઉપચારના ચાર વિકલ્પ પર તેના પ્રભાવના આધારે અભ્યાસ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય એ જાણવા માટે છે કે શું ચારેય દવાઓમાંથી કોઇ પણ બીમારીની અસર ઓછી કરી શકે છે કે અટકાવી શકે છે અથવા તો જીવિત રહેવાની શક્યતાને વધારી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *