દેશના પ્રથમ નાગરિક બન્યા દ્રૌપદી મુર્મૂ, 15માં રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ- જાણો કેવી રીતે ઉભું કર્યું રાજકીય વર્ચસ્વ

નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ(Draupadi Murmu) આજે 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ(President) બન્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયાએ તેમને રાષ્ટ્રપતિ પદના દ્રૌપદી મુર્મૂને શપથ લેવડાવ્યા હતા.

દ્રૌપદી મુર્મૂને શપથ લેતા જાણો શું કહ્યું?
દ્રૌપદી મુર્મૂએ કહ્યુ કે, ભારતે મને એવા કાળખંડમા ચૂંટ્યા છે કે જ્યારે આપણે સૌ સ્વાધિનતાના ૭૫ વર્ષ ઉજવી રહ્યા છીએ. હુ ભારતની પ્રથમ રાષ્ટ્રપતિ છુ જેણે સ્વતંત્ર ભારતમા જન્મ લીધો છે. હુ એવા આદિવાસી ક્ષેત્રથી છુ જ્યા શિક્ષણ પણ શક્ય નહોતુ. પણ હું મારા ગામમાંથી કોલેજ જવાવાળી પ્રથમ વ્યક્તિ હતી. “ગરીબ, દલિત, પછાત અને આદિવાસીઓ મારામા તેમનુ પ્રતિબિંબ દેખી શકે છે”

દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ:
દ્રૌપદી મુર્મૂએ 25 જૂલાઈ એટલે કે આજ રોજ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા એનવી રમણાએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા.

વિદાયમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ભવનમાં શુભકામનાઓ પાઠવી હતી.

કોણ છે દ્રૌપદી મુર્મુ?
NDA દ્વારા રાષ્ટ્રપતિ પદ માટે વોટિંગમાં દ્રૌપદી મુર્મૂનું નામ આપવામાં આવ્યું છે. દ્રૌપદી મુર્મૂ ઓરિસ્સાની એક આદિવાસી મહિલા નેતા છે અને ઝારખંડની ગવર્નર રહી ચુક્યા છે.

દ્રૌપદી મુર્મૂ નો જીવન પરિચય:
દ્રૌપદી મુર્મૂ નો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લામાં બૈદાપોસી ગામમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું, જેઓ તેમની પરંપરાઓ અનુસાર ગામ અને સમાજના વડા હતા.

દ્રૌપદી મુર્મૂનું શિક્ષણ:
દ્રૌપદી મુર્મૂએ તેમના ગૃહ જિલ્લામાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, ભુવનેશ્વરના રામાદેવી મહિલા મહાવિદ્યાલયમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. અભ્યાસ પૂરો કર્યા પછી, તેમણે શિક્ષક તરીકે તેમની કારકિર્દી શરૂ કરી અને થોડો સમય આ ક્ષેત્રમાં કામ કર્યું.

દ્રૌપદી મુર્મૂનો જીવન સંઘર્ષ:
દ્રૌપદી મુર્મૂના લગ્ન શ્યામ ચરણ મુર્મુ સાથે થયા હતા, જેનાથી તેમને બે પુત્રો અને એક પુત્રી હતી. પાછળથી તેના બંને પુત્રો મૃત્યુ પામ્યા અને તેના પતિનું પણ નિધન પામ્યા છે. બાળકો અને પતિની ખોટ દ્રૌપદી મુર્મૂ માટે મુશ્કેલ સમય હતો પરંતુ તેણે હાર ન માની અને સમાજ માટે કંઈક કરવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો.

દ્રૌપદી મુર્મૂ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે. તે 2022 ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભાજપના સત્તાવાર ઉમેદવાર છે. તેઓ અગાઉ 2015 થી 2021 સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ તરીકે પોતાની ફરજ બજાવી ચુક્યા છે. તે ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ રહ્યા છે. રાજ્યપાલ તરીકે નિયુક્ત થનારા તે ઓડિશાના પ્રથમ મહિલા આદિવાસી નેતા છે.

દ્રૌપદી મુર્મૂ 1997માં રાયરંગપુર નગર પંચાયતના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તે ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન 6 માર્ચ 2000 થી 6 ઓગસ્ટ 2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે સ્વતંત્ર હવાલો સાથે અને 6 ઓગસ્ટ 2002 થી મે 2004 સુધી મત્સ્ય અને પશુ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી હતા.  તે ઓડિશાના ભૂતપૂર્વ મંત્રી અને 2000 અને 2004માં રાયરંગપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. તેમને 2007માં ઓડિશા વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *