1897માં આ દિવસે દેશની પ્રથમ મહિલા શિક્ષિકા(The country’s first female teacher) સાવિત્રીબાઈ ફુલેનું(Savitribai Phule) અવસાન થયું હતું. મળતી માહિતી અનુસાર સાવિત્રીબાઈનો જન્મ 03 માર્ચ 1831 ના રોજ નાયગાંવ (Naigaon), સાતારા (Satara), મહારાષ્ટ્રમાં (Maharashtra) એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમને દેશમાં મહિલા શિક્ષણના નેતા કહેવામાં આવે છે. તેણે પોતાનું આખું જીવન મહિલાઓના કલ્યાણ માટે સમર્પિત કર્યું. તેણીની ગણના દેશના પ્રથમ આધુનિક નારીવાદીઓમાં થાય છે. સાવિત્રીબાઈ એક શિક્ષિકા હોવા ઉપરાંત સમાજ સુધારક (Social reformer), ફિલોસોફર (Philosopher) અને કવિયત્રી (The poetess) પણ હતા. તેમની કવિતાઓ મોટે ભાગે પ્રકૃતિ, શિક્ષણ અને જાતિ પ્રથા નાબૂદી પર કેન્દ્રિત હતી.
જીવનભર મહિલાઓના અધિકારો માટે લડતા રહ્યા:
મળેલ માહિતી અનુસાર સાવિત્રીબાઈ ફુલેએ દેશમાં માત્ર સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી અધિકારો માટે જ લડત ચલાવી ન હતી, પરંતુ તે સમયે સમાજમાં પ્રચલિત અસ્પૃશ્યતા, બાળ લગ્ન, સતી અને વિધવા વિવાહ જેવા દુષણોનો પણ વિરોધ કર્યો હતો અને તેમની સામે જીવનભર સંઘર્ષ કર્યો હતો.
સમાજના વિરોધ છતાં શિક્ષણ મેળવ્યું:
1840 માં, માત્ર 9 વર્ષની ઉંમરે, તેમના લગ્ન 13 વર્ષના જ્યોતિરાવ ફુલે સાથે થયા હતા. લગ્ન સમયે તેઓ ભણેલા ન હતા. તે સમયે શિક્ષણ એ માત્ર પુરુષોનો અધિકાર માનવામાં આવતો હતો. સમાજની આ વિચારસરણી છતાં સાવિત્રીબાઈએ શિક્ષણ મેળવ્યું હતું. શરૂઆતમાં, જ્યારે તે શાળાએ ગયા ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો અને તેમના પર કચરો ફેંકવામાં આવ્યો હતો. આટલા પડકાર હોવા છતાં પણ તેમણે શિક્ષણ મેળવ્યું હતું.
કન્યા કેળવણી પર ભાર, 18 શાળાઓ ખોલવામાં આવી:
સાવિત્રીબાઈના પતિ જ્યોતિરાવ ફૂલે પણ એક સમાજ સુધારક હતા અને તેઓ દરેક કામમાં પત્નીનો સાથ આપતા હતા. સાવિત્રીબાઈ અને જ્યોતિરાવે સ્ત્રી શિક્ષણના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું. લગ્ન પછી સાવિત્રીબાઈએ ખૂબ જ નાની ઉંમરે છોકરીઓને ભણાવવાનું શરૂ કર્યું હતું. તે સમયે જ્યારે કન્યા કેળવણીને પાપ માનવામાં આવતું હતું, ત્યારે દેશમાં કન્યાઓ માટેની પ્રથમ શાળા સાવિત્રીબાઈ અને તેમના પતિ જ્યોતિરાવ દ્વારા 1848માં પુણેમાં ખોલવામાં આવી હતી. આ પછી, તેઓએ સાથે મળીને છોકરીઓ માટે 17 વધુ શાળાઓ ખોલી હતી.
વિધવાઓ, બળાત્કાર પીડિતાઓનું જીવન સુધારવાના ઘણા પ્રયાસો:
સાવિત્રીબાઈએ સગર્ભા બળાત્કાર પીડિતાઓ અને બાળ વિધવાઓની દયનીય સ્થિતિ સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા જેમને સમાજ દ્વારા આત્મહત્યા કરવા માટે છોડી દેવામાં આવી હતી. 1853 માં, તેણીએ તેમના પતિ સાથે મળીને આવા પીડિતો માટે પુણેમાં તેમના ઘરે “બાલહત્ય પ્રબંધક ગૃહ” નામનું એક સંભાળ કેન્દ્ર ખોલ્યું, જેથી તેમના બાળકોની સુરક્ષિત ડિલિવરી થઈ શકે.
આંતરજાતીય લગ્નને પ્રોત્સાહન આપ્યું:
સાવિત્રીબાઈએ અભ્યાસ ન કરતા બાળકો અને શાળા છોડી દેતા વિદ્યાર્થીઓને રોકવા માટે અનોખો પ્રયાસ કર્યો હતો. તે બાળકોને શાળાએ જવા માટે શિષ્યવૃત્તિ આપતા હતા. તેમણે એવા સમયે આંતર-જ્ઞાતિ લગ્નોને પ્રોત્સાહિત કર્યા જ્યારે દેશમાં જાતિ પ્રથા ચરમસીમા પર હતી. તેણીએ, તેના પતિ સાથે, સપ્ટેમ્બર 1873 માં ‘સત્યશોધક સમાજ’ ની સ્થાપના કરી, જે પુજારીઓ અને દહેજ વગર લગ્ન કરાવતી હતી. આ સમાજની સ્થાપનાનો હેતુ ઓછા ખર્ચે લગ્ન કરાવવા, આંતરજ્ઞાતિય લગ્ન, બાળલગ્ન અને વિધવા પુનઃવિવાહને નાબૂદ કરવાનો હતો.
સાવિત્રીબાઈ અને જ્યોતિરાવને પોતાનું કોઈ સંતાન નહોતું, તેઓએ એક વિધવાના પુત્ર યશવંતને દત્તક લીધો, જે પાછળથી ડૉક્ટર બન્યા. 1897માં પુણેમાં પ્લેગની મહામારી આવી હતી અને આ રોગચાળાને કારણે સાવિત્રીબાઈ ફૂલેનું 10 માર્ચ 1897ના રોજ પુણેમાં જ 66 વર્ષની વયે અવસાન થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.