દેશની પહેલી શહીદ મહિલા સૈનિક કે જે દેશની સેવાને પોતાનો ધર્મ માનતી હતી, છેલ્લા 1 વર્ષથી પોતાના પતિને મળી ન હતી. પતિને મળવા માટે 10 દિવસની રજા પણ લીધી હતી પણ તેની પહેલા તો શહીદ થઇ ગઈ.-done
આજકાલ દીકરીઓ અને દીકરાઓ દરેક ક્ષેત્રમાં સમાન છે. પછી તે રાજકારણ હોય કે દેશની સેના પોતાની જાતને સાબિત કરવા માટે દીકરીઓને એક તકની જરૂર હોય છે. ભારતની દીકરીઓના આવા હજારો દાખલા છે. ત્યારે આજે અમે તમને આવી જ એક દીકરીની કહાની જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં દેશની દીકરી કિરણ શેખાવતે દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગઈ છે અને શહીદ થનાર તે દેશની પ્રથમ મહિલા ઓફિસર બની છે.
આજ સુધી ઘણી દીકરીઓએ દેશની સેવા કરી છે. પણ આજ સુધી કોઈપણ દીકરી દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ન હતી. કિરણ સેખવાતા દેશની પહેલી શહીદ મહિલા સિપાહી બની છે. જાણવા મળ્યું છે કે, કિરણના પિતા નૌકાદરમાં લેફ્ટનન્ટ હતા. જયારે તેમના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે લોકો તેમને કહેતા કે દીકરાનો જન્મ થયો હોત તો પિતાની જેમ સેનામાં જઈને દેશની સેવા કરેત. મોટાભાગના લોકો માને છે કે, દીકરીઓ ભલે ગમે તેટલી ભણેલી હોય પરંતુ જ્યારે સેનામાં જોડાવવાની વાત આવે ત્યારે આ વસ્તુ તેમના માટે અશક્ય બની જાય છે.
આ દરમિયાન, પોતાનો અભ્યાસ પતાવીને કિરણે નોકરી છોડીને પિતાની જેમ નેવીમાં જોડાવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ કિરણે પોતાની અથાગ મહેનતથી નેવીમાં પોતાનું સ્થાન મેળવ્યું. આ પછી તેમણે નેવીમાં નોકરી કરતા એક જવાન સાથે લગ્ન કરી લીધા હતા. કિરણે પોતાની સેવા દરમિયાન ઘણા પ્રસિદ્ધિવાળા કામ કર્યા છે. જયારે કિરણનું ગોવામાં પોસ્ટિંગ હતું ત્યારે તે દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગઈ. આ સાથે 22 વર્ષની ઉંમરે નૌકાદળમાં ભરતી થયેલી કિરણ ફરજ પર શહીદ થનારી પ્રથમ મહિલા સૈનિક બની હતી.
કિરણના શહીદીના સમાચાર સાંભળીને બધાની આંખ ભીની થઇ ગઈ હતી અને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. કિરણ અને તેનો પતિ વિવેક પોતપોતાની ફરજોને કારણે એક વર્ષથી મળ્યા ન હતા. 10 દિવસ પછી જ બંનેનું પોસ્ટિંગ એક જગ્યાએ થવાનું હતું. પરંતુ, બંને મળે તે પહેલા જ તેણે પોતાના જીવનને અલવિદા કહી દીધું. સલામ છે આ દીકરીને કે તેને નાની ઉંમરે દેશની સેવા કરતા કરતા પોતાના પ્રાણ ત્યાગી દીધા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.