બસમાં સીટ રોકવા પત્નીને બારીમાંથી અંદર ઘુસાડી- વિડીયો જોઇને ખખડી પડશો

Published on: 10:04 am, Wed, 9 February 22

દેશમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી જ નથી. આપણે બધા જાણીએ છીએ કે, ભારતીયો મુસાફરી માટે કેટલા પોઝીટીવ છે. કદાચ આ જ કારણ છે કે, આપણે બસમાં પ્રવેશતાની સાથે જ આપણી સીટ રિઝર્વ કરવાનું પહેલા વિચારીએ છીએ. દેશી જુગાડના એક કરતા વધુ ચડિયાતા વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. ક્યારેક આવા વિડીઓ ખુબ જ ચોંકાવનારા હોય છે. આ દિવસોમાં જુગાડનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. જેને જોઈને લોકો પેટ પકડીને હસી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by MEMES KI DUKAN ? (@memecentral.teb)

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બસની પાછળની સીટની બારી પાસે એક પુરુષ ઉભેલો છે અને તે મહિલાને બારીમાંથી બસની અંદર લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખરેખરમાં આ બંને પતી પત્ની છે. પતી બારીમાંથી પત્નીને હાથ આપે છે અને પત્નીને પકડીને બારીમાંથી બસમાં અંદર ખેંચે છે. ઘણી માથાકૂટ બાદ બંનેનો સંઘર્ષ રંગ લાવે છે અને મહિલાને બારીમાંથી અંદર ઘુસી જાય છે. જુગાડના આ વીડિયો પર યુઝર્સે પોતાની ફની રિએક્શન આપવાનું શરૂ કરી દીધું છે.

એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘જુગાડ દ્વારા કંઈ પણ અશક્ય નથી.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘સીટને લઈને આટલો ક્રેઝ પહેલા ક્યારેય નથી જોયો.’ અન્ય યુઝરે લખ્યું, ‘જુગાડની રીત મોટી છે, પરંતુ તે જોખમી હતું. આ સિવાય બીજા ઘણા યુઝર્સે તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 1 દિવસમાં 90 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, હજારો લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.