સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં છેતરપીંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાંથી ફરીવાર એક છેતરપીંડીનો કેસ સામે આવ્યો છે. જેમાં કાપડ વેપારી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી 2.05 લાખ પડાવનાર દંપતીની પુણા પોલીસ દ્વારા મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, પુણામાં સ્વામીનારાયણ મંદિર પાસે અર્જુનનગર સોસાયટીમાં રહેતા કાપડ વેપારી શાંતિભાઈ કાળુભાઈ સોરઠિયાની સોશિયલ સાઇટ પર પ્રિયંકા જૈન સાથે મિત્રતા થઈ હતી. તેણે ફોન કરી કહ્યું કે, તેની પાસેથી ખાવા માટે રૂપિયા નથી તેથી શાંતિભાઈએ 2 હજાર ઓનલાઈન મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રિયંકાએ શાંતિભાઈ સાથે લગ્નની વાત કરી હતી.
ત્યારબાદ પ્રિયંકાએ કહ્યું કે, તેનું એપેન્ડીક્શનું ઓપરેશન છે તેથી રૂપિયાની જરૂરત છે. તેવું કહેતા 20 હજાર પછી નાકના હાડકાના ઓપરેશન માટે 15 હજાર આપવામાં આવ્યા હતા. પ્રિયંકાએ અલગ-અલગ બહાને 2.05 લાખ કઢાવ્યા હતા. ત્યારબાદ પણ રૂપિયા માંગતા શાંતિભાઈને શંકા ગઈ અને રૂપિયા પરત માંગતા પ્રિયંકાએ સંબંધ કાપી નાખ્યા હતા.
મળતી માહિતી મુજબ, શાંતિભાઈએ પુણા પોલીસમાં પ્રિયંકા અને અશફાક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ફોન અને આઈપી એડ્રેસથીે અંકિતા ઉર્ફ પ્રિયંકા ઉર્ફ પ્રિયા અશફાક શેખની પત્ની અને દિનેશ શાહની દીકરી અને અશફાક સાબીદઅલી શેખની ધરપકડ કરવામાં આવી છે. મૂળ પાલિતાણાની અંકિતા ઉર્ફે પ્રિયંકા ધોરણ 10 સુધી ભણેલી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.