પોલીસે જામીન આપ્યા બાદ જાણો શું કહ્યું ગોપાલ ઈટાલીયાએ, ભાજપના નેતાઓની ઉડી ગઈ ઊંઘ

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા ફરી એક વખત રાજકીય રીતે ચર્ચાનો વિષય બન્યા છે. સાથે તેઓ અગાઉ આપેલા નિવેદનને કારને ઘણા લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ગોપાલ ઈટાલિયાએ પક્ષને લઈને ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યા છે. ગઈ કાલે મહેસાણા જીલ્લામાં તેમની પોલીસ દ્વારા જુના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેમને ધરપકડ અંગે જણાવતા કહ્યું હતું કે, મારો એટલો જ પ્રશ્ન છે કે, જયારે મને પકડવા માટે આવ્યા ત્યારે ઓછામાં ઓછા ત્રીસ કરતા પણ વધારે પોલીસ મિત્રો મારી સાથે હતા.

ત્યારે ગોપાલ ઈટાલીયાએ નિવેદન આપતા કહ્યું છે કે , અહિયાં ઘણા મારા પોલીસ મિત્રો પણ છે. આટલી સરકારી સિસ્ટમ અને વ્યવસ્થા છે એ જનતા માટે વાપરવામાં આવી હોત તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી લાવવાની જરૂર જ ન પડત. સાથે તેમણે કહ્યું છે કે, જે કરવાનું છે એ કરો તો આ બધુ નહીં કરવું પડે. બાકી જો આગામી સમયમાં આવું ને આવું ચાલું રાખશો તો વર્ષ 2022માં ઘરભેગા થઈ જાશો અને કોઈને ખબર પણ નહીં પડે કે, કેવી રીતે ઘર ભેગા થઈ ગયા? હાલમાં ગુજરાતની રૂપાણી સરકાર સત્તામાં પાંચ વર્ષ પૂરા થયાની જુદી જુદી રીતે ઉજવણી કરી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અન્ય નવા મુદ્દાઓ ઉઠાવીને વિરોધ કરી રહી છે.

રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ અને દેખાવ થઈ રહ્યા છે. મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા ગોપાલ ઈટાલિયાની ધરપકડ થઈ હતી. ત્યાર બાદ જામીન પર છૂટકારો થતા રાજકીય માહોલ ગરમાયો છે. ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી તથા મહેશ સવાણી જન સંવેદના કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જઈ રહ્યા હતા. મહેસાણા ટોલ નાકા પાસેથી ગોપાલ ઈટાલિયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયાની એક જૂના કેસમા ધરપકડ કરવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, કેસ તો એવો છે કે, ગયા વર્ષે નાની એવી મિટિંગ કરી હતી અને એ મિટિંગ અનુસંધાને જે કેસ હતો એ કેસમાં આજે પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે.

ગોપાલ ઈટાલિયાએ જણાવતા કહ્યું છે કે, કેસ ત્યારે પણ ચાલતો જ હતો. ત્યારે મને પોલીસ દ્વારા મને પ્લ્ક્ડવામાં નહોતો આવ્યો. તે સમયે હું ભાગી છૂટ્યો કે છુપાઈ ગયો એવું નથી. અહીંયા જ છું અને મારો ફોન પણ ચાલું છે. દરરોજ ફેસબુક પર નવી નવી અપડેટ આવી રહી છે. એ સમયે મારી કોઈએ ધરપકડ ન કરી. પરંતુ હવે જ્યારે જન સંવેદના કાર્યક્રમમાં આવવાનું થયું ત્યારે મારી ધરપકડ કરવામાં આવી. પણ જે હોય તે આપણે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીએ છીએ અને માનીએ પણ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *