આ કપલ પ્રિવેડિંગ શુટિંગ કરી રહ્યા હતા, અને ત્યાંજ આવી ગયો નગ્ન માણસ અને…

કપલના ફોટોશૂટમાં ન્યૂડ અંકલ આવી ગયા.

હાલના સમયમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ એક જરૂરી રિવાજ બની ગયો છે. આમ તો જિંદગીની નવી શરૂઆત સુંદરપળો સાથે થાય તેવી સૌ કોઈની ઈચ્છા હોય છે. પ્રી-વેડિંગ શૂટ માટે કપલ્સ નવા-નવા આઈડિયા શોધે છે. પરંતુ ઘણીવાર જાણતા કે અજાણતા કંઈક એવું થઈ જાય છે કે ફોટોશૂટ ચર્ચાનો વિષય બની જાય છે. કંઈક આવું જ સૈન ડિએગોમાં એક કપલ સાથે બન્યું. બંને દરિયા કિનારે ફોટોશૂટ કરાવી રહ્યા હતા ત્યારે જ એક વૃદ્ધ અંકલે ફોટોબોમ્બિંગ કરી દીધી.

શું હોય છે ફોટોબોમ્બિંગ?

સોશિયલ મીડિયા પર આ ફોટોશૂટની તસવીરો ખૂબ જ વાઈરલ થઈ રહી છે. ફોટોબોમ્બિંગનો સીધો મતલબ છે કે ફોટોમાં કોઈ અજાણી વ્યક્તિનુંહ હોવું છે. એટલે કે કોઈ સારી તસવીરમાં જો જાણતા અજાણતા કોઈ ફ્રેમમાં આવીને તેને બરબાદ કરી નાખે છે તો તેને ફોટોબોમ્બિંગ કહે છે.

અંકલજી જોઈને ફોટોગ્રાફર ચોંકી ગયો.

સૈન ડિએગોમાં 14 માર્ચના દિવસે એમી સ્ટેફન પોતાના ફિયાન્સે જેક સાથે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવી રહી હતી. સમુદ્ર કિનારે બધુ ખૂબ જ સરસ હતું. કપલને પોતાની કેટલીક તસવીરો વેડિંગ કાર્ડ માટે જોઈતી હતી. ફોટોગ્રાફર ઓસ્ટિન વ્હાઈટસેલ પોતાના કામમાં હતા. બંને કેન્ડિડ શોટ્સ આપી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન ફોટોગ્રાફર ઓસ્ટિનને તેની ફ્રેમમાં એવી કોઈ વસ્તુ દેખાઈ જે જોઈને તે ચોંકી ઉઠ્યો. તેણે જોયું કે એમી અને જેકની પાછળ એક અંકલજી ઊભા છે અને તે પણ ન્યૂડ થઈને.

અંકલને જોઈને શું હતો છોકરીનો પ્રતિભાવ?

પીપલ મેગેઝીન સાથે વાતચીતમાં એમી સેફ્ટન કહે છે કે, પહેલી નજરમાં હું તેમને જોઈને ચોંકી ગઈ. મેં વિચાર્યું કે ‘ઈઈઈ…. ‘ પછી મને હસવું આવી ગયું. મેં પોતાને સવાલ કર્યો કે આ શું છે? ત્યાં મારી આસપાસમાં બાળકો પણ હતા. પરંતુ પછી મને અહેસાસ થયો કે આ ખૂબ જ રસપ્રદ છે. એમી જણાવે છે કે તેનો ફોટોગ્રાફર ફ્રેમને બેકાર કરવા નહોતો ઈચ્છતો, આથી તે અંકલજીના જવા માટે રાહ જોવા લાગ્યો. પરંતુ પછી ફોટોગ્રાફર ઓસ્ટિને વિચાર્યું કે આ એક મજેદાર પળ છે. આથી પોતાને રોકી ન શક્યો. તેણે એમી અને જેકને થોડા પાછળ જૂકવા માટે કહ્યું અને અંકલજીની તસવીર ક્લિક કરી લીધી.

અંકલે ફોટોશૂટને યાદગાર બનાવી દીધું.

કપલનું કહેવું છે કે સેન ડિએગોનો San Elijo state Beach તેમના માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. કારણ કે તેમના રિલેશનમાં આ બીચ પર ઘણી બધી યાદો જોડાયેલી છે. એવામાં પ્રી-વેડિંગ શૂટ દરમિયાન અંકલજીનું ફ્રેમમાં આવી જવું તેમના રિલેશનની યાદોમાંથી એક માને છે. જેક જણાવે છે કે તસવીરમાં તે અંકલની પાછળ જે લાઈફગાર્ડ ટાવર દેખાઈ રહ્યો છે, તે જગ્યાએ મેં એમીને પ્રપોઝ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *