ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા પકડાઈ જાવ તો તરત જ કરો આ કામ

Published on: 1:10 pm, Thu, 2 May 19

ઘણા બધા લોકો એવા હોય છે કે ઉતાવળમાં વગર ટિકિટે ટ્રેનમાં ચડી જાય છે આવા લોકોને ટીટી આવે તો તરત જ ગભરાટ થવા લાગે છે અને વિચારે છે કે જો ટી પકડી લીધો તો દંડ ભરવો પડશે,આવું તમારી સાથે ઘણી વખત થશે.

આવામાં તમારે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે ભારતીય રેલ મંત્રાલય ઉતાવળમાં ટિકીટ ન લેવા વાળા અને વેઇટિંગમાં ટિકિટ હોય તો તેવા લોકોને માટે એક નવી કોષના કરી છે જેમાં તમે ટિકિટ ટ્રેનમાં જ લઈ શકશો.

જો તમારી પાસે ટિકિટ નથી તો દસ રૂપિયા વધુ ચૂકવીને તમે પી.ટી પાસેથી ટિકિટ લઈ શકો છો કારણ કે આવું કરવા માટે ટીટીને હેન્ડ મશીન આપો માન્યું છે જેનાથી તે તમને ટિકિટ કાપી આપશે.

આ હેન્ડહેલ્ડ મશીન રેલવેના પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સાથે કનેક્ટ થાય છે. તમને જણાવી દઇએ કે આ સુવિધા ફક્ત સુપરફાસ્ટ ટ્રેનો માટે જ શરૂ કરવામાં આવી હતી અને જલ્દી બધી જ ટ્રેનોમાં શરૂ થઈ જશે.

આ સુવિધાને કારણે લોકોને ઘણી રાહત થઇ છે કારણકે આમ કરવાથી તેઓ તકલીફથી બચી શકે છે. તમને જણાવી દઈએ કે ટીકીટ ચેકિંગ પહેલા જ તેનો સંપર્ક કરવો પડશે અને ટીટીને કારણ જણાવી ને ટિકિટ લેવાની રહેશે.

જો તમે ચેકિંગ વખતે ટિકિટ વગર પકડાઈ જશો તો આ સુવિધા તમારા માટે ફાયદાકારક નથી અને તમારે દંડ ભરવાનો રહેશે. એટલે ટ્રેનમાં ચડતા ની સાથે ટીટી પાસેથી ટિકિટ લઈ લેવી.