ભીલવાડામાં કરોના સંકટ ખુબ ગંભીર છે. ઘણા લોકો પોતાના સંકટની જંગમાં જોડાયા છે. ભીલવાડામાં સેવાઓ આપી રહેલા ઉદયપુરના એક ડોક્ટરની દીકરીએ ન્યુઝ એજન્સી સાથે પોતાના પિતાને સવાલ પૂછ્યો કે ઘરે ક્યારે આવશે, તો પિતાએ પણ પોતાની જવાબદારીનો અહેસાસ કરાવતા આવો જવાબ આપ્યો.
એક્સપર્ટ ને સવાલ પૂછવા માટે સમાચાર પત્રો તરફથી આપવામાં આવેલ મોબાઈલ નંબર પર હેમંત ની દીકરી જિજ્ઞાસા મા ઉદયપુરથી સામાન્ય વાચકો ની જેમ જ પોતાના પપ્પા માટે એક પ્રશ્ન મોકલ્યો. જિજ્ઞાસા એ લખ્યું કે ઘણા દિવસથી પપ્પા ભીલવાડા માં છે. ત્યાં કોરોનાનો વધારે પ્રકોપ છે. અમને ડર લાગી રહ્યો છે. પપ્પાની યાદ પણ આવી રહી છે. તેઓ કામમાં એટલા બધા વ્યસ્ત રહે છે કે તેમની સાથે ઘણી વખત મોબાઈલ પર પણ વાતચીત નથી થતી. તેમને જ્યારે ઘરે આવવા માટે પૂછીએ છીએ ત્યારે તે સરખી વાત નથી કરતા. એટલે તમારા ટોક-શોમાં તેમને આ સવાલ પૂછો કે તેઓ ઘરે ક્યારે આવશે. અમને ખૂબ ડર લાગી રહ્યો છે અને ખતરો પણ વધારે છે.
હું પણ તમને ખૂબ યાદ કરું છું, પરંતુ શું કરવું, આ ચુનોતીમા મારે જ લડવાનું છે
ઉદયપુરની રેપિડ રિસ્પોન્સ ટીમના લીડર ડોક્ટર માથુરે કહ્યું કે જિજ્ઞાસાના પપ્પા હેમંત મારે ન્યૂઝ પેપર સાથેના ટોક-શોમાં બેટીના સવાલનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે હું પણ તમને બધાને ખૂબ યાદ કરું છું પરંતુ હું શું કરી શકું છું.આ સમયે કોરોનાવાયરસના કારણે દેશ પર સંકટ આવ્યુ છે, તેમાં અમારી સમાજ પ્રત્યેની જવાબદારી વધારે વધી ગઈ છે. આ ચુનોતી સામે મારે લડવાનું છે.એટલા માટે હું નથી કહી શકતો કે ક્યારે ઘરે આવીશ પરંતુ આટલું જરૂર કહેવા માગું છું કે હું અને મારી ટીમ કોરોના ને હરાવીને જલ્દી ઘરે પાછા ફરીશું અને તમને બધાને મળીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news