તાજેતરમાં જ એક રિસોર્ટ (resort)માંથી યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યું છે કે, મૃત્યુ પામેલી યુવતીનું નામ શિલ્પા ઝરિયા હતું. શિલ્પાનો મૃતદેહ રિસોર્ટની એક રૂમમાંથી રજાઈમાં લપેટાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તે બે દિવસ પહેલા એક છોકરા સાથે અહીં રિસોર્ટમાં આવી હતી. હાલ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મંગળવારના રોજ જબલપુરના એક રિસોર્ટમાંથી રૂમ નંબર પાંચમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના ગળા અને કાંડાના ભાગે ચીરા પડેલા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસને શંકા છે કે યુવતીનો જીવ લેવામાં આવ્યો છે. બે દિવસ પહેલા યુવતી એક યુવક સાથે અહીં આવી હતી. આ યુવતીની ઉમર 21 વર્ષની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, રૂમ મેળવવા માટે જે આઈડી જમા કરાવ્યું હતું તે આઈડી નકલી હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને રિસોર્ટમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પોલીસ હાલમાં યુવતીની સાથે આવેલા યુવકની શોધખોળ કરી રહી છે. રિસોર્ટમાં યુવકે જમા કરાવેલા આઈડી મુજબ તે ગુજરાતનો રહેવાસી છે. યુવકનો છેલ્લો લોકેશન દેવાસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, છેલ્લા 3 વર્ષથી શિલ્પા જબલપુરના ગોરખપુર વિસ્તારમાં ભાડાની રૂમમાં રહેતી હતી. પરિવારના લોકોનું કહેવું છે કે શિલ્પા બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને પોતાનો ખર્ચો ઉઠાવતી હતી. 6 નવેમ્બરના રોજ શિલ્પા એક યુવક સાથે જબલપુરમાં આવેલા રિસોર્ટમાં આવી હતી. છોકરાનું નામ આઈડી પ્રમાણે અભિજીત પાટીદાર છે. રિસોર્ટ કાઉન્ટર પર તેમને 1500 રૂપિયા જમા કરાવ્યા બાદ તેમને પાંચ નંબરનો રૂમ આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ સોમવારના રોજ એટલે કે 7 નવેમ્બરના રોજ અભિજીતે રિસોર્ટમાં ડીલર કર્યું અને પછી બપોરે બહાર ગયો હતો. સાંજે 4:00 વાગે તે યુવતીને લઈને રિસોર્ટે પાછો આવ્યો હતો અને રૂમમાં બંને ગયા હતા. લગભગ અઢી કલાક બાદ એટલે કે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ યુવક રિસોર્ટમાંથી બહાર નીકળ્યો હતો અને પછી પાછો આવ્યો ન હતો. સ્ટાફને ખબર હતી કે છોકરી રૂમમાં છે.
આ દરમિયાન સોમવારે સાંજથી મંગળવાર બપોર સુધી રૂમનો દરવાજો ન ખુલતા તેમજ કોઈ પણ પ્રકારનો ઓર્ડર પણ ન મળતા સ્ટાફને શંકા ગઈ હતી. જ્યારે યુવતી સાથે રોકાયેલો છોકરો પણ રિસોર્ટ પર પાછો આવ્યો ન હતો. તેથી તે લોકોએ યુવતીના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. ત્યારબાદ માસ્ટર કી વડે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે રૂમની અંદરથી યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું.
આ સિવાય રૂમમાં બે દારૂની બોટલ પણ મળી આવી હતી જેમાં એક બોટલ ખાલી થઈ ગઈ હતી અને બીજી અડધી ભરેલી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.