ઉત્તર ચીનમાં પોલીસે એક મહિલાને કબરમાંથી ત્રણ દિવસ બાદ જીવતી બહાર કાઢી હતી. મહિલાના દીકરા પર આરોપ છે કે તેણે તેની મા ની હત્યા કરવાની કોશિશ કરી અને મરેલી સમજી દફનાવી દીધી. ત્રણ દિવસ બાદ મહિલાને અચેતન અવસ્થામાં પોલીસે શોધી કાઢી. તે માટી નીચે દબાયેલી હતી. આરોપી વ્યક્તિની પત્ની અને પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી.તેણે પોલીસને જણાવ્યું કે તેનો પતિ પોતાની માતાને કોથળામાં 2 મે ના રોજ કશે લઈ ગયો. જ્યારે મોડી સાંજ સુધી તે ઘરે પાછી ન ફરી તો તેને શંકા ગઈ.
આરોપી વ્યક્તિની પત્ની પાસેથી આ વિશે જાણકારી મળ્યા બાદ પોલીસે તરત જ આરોપીને ગિરફ્તાર કરી લીધો અને તેની માતા વિશે તેનાથી પુછપરછ કરવામાં આવી. જેનાબાદ ઘટનાની હકીકત સામે આવી. આરોપીની ઓળખ 58 વર્ષીય મા ના રૂપ માં થઈ. જેને પોતાની ૭૯ વર્ષીય માતા વાંગને જીવતી દફનાવી દીધી.
લોકોએ સાંભળ્યા આ પ્રકારના અવાજો
આસપાસના લોકોએ પોલીસને જણાવ્યું કે જ્યારે વ્યક્તિ થેલામાં મહિલાને લઈને જઈ રહ્યો હતો ત્યારે તે અવાજ કરી રહી હતી. સાથે જ પોતાની જાતને બચાવવાના અવાજો કરી રહી હતી. ડેઈલી ચાઇના અખબાર સહિત ઘણા સમાચાર પત્રોમાં ખબર લખતા કહ્યું કે આ મામલામાં પોલીસ વિભાગ તરફથી કોઇ અધિકારીક નિવેદન મળ્યું નથી.પોલીસના સુત્રોના હવાલાથી માલુમ પડ્યું છે કે આરોપી વ્યક્તિએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. હાલમાં આ ઘટનાની તપાસ ચાલી રહી છે એટલા માટે આ વિશે કોઈ સૂચના આપવામાં નથી આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news