પશુઓ પણ તેમના માલિક સાથે લાગણીથી જોડાઇ જાય તો મોત સુધીની મંજીલ પસંદ કરતા હોવાનો કિસ્સો હાલ બહાર આવ્યો છે. પોતાની માનીતી એવી ઘોડીના માલિકનું હૃદય રોગથી મૃત્યુ થયા બાદ ઘોડીએ પણ અન્ન-જળનો ત્યાગ કર્યો હતો અને 40 દિવસ બાદ તે પણ મોતને ભેટી હતી.
રસુલ ભચુભાઈ હાલાનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું તે પૂર્વે પોતાની માનીતી રાણી નામની ઘોડીનો સંતાનની જેમ ઉછેર કરતા હતા. તે તેમના હાથે રાખેલું જોગણ કે ઘાસચારો જ ખાતી હતી અને માલિક બહારથી આવે ત્યારે તેમનું સ્વાગત કરતી હોય તેમ નાચવા કૂદવા લાગતી હતી.
એક દિવસ વહેલી સાવરે રોજિંદા કામ પ્રમાણે ઘોડીને ઘાસ આપીને રસુલભાઇ પાડોશમાં એક મરણ થતાં જનાજામાં જોડાવા જઇ રહ્યા હતા અને મસ્જિદમાં વજુ કરવા ગયા તેવામાં જ તેમને આવેલો હૃદય રોગનો હુમલો પ્રાણ ઘાતક બન્યો હતો.
બીજા દિવસથી માલિકને ન જોઇ શકનારી સદ્દગતની લાડકી રાણી ઘોડીએ ખાવા-પીવાનું છોડી દીધું હતું અને 40મા દિવસે તે પણ મોતને ભેટી હતી. અયુબભાઈએ જણાવ્યું હતું કે, અમારા મોટાભાઈ રસુલભાઈ મૃત્યુ પામતા તેમની ઘોડીએ ખાવા પીવાનું છોડી દીધુ હતું. જેથી સ્થાનિકેના પશુચિકિત્સક પાસે દવા પણ લીધી હતી.
પરંતુ કોઈ ફરક ન પડતા અમે તે ઘોડીને સારવાર માટે ભુજ ખાતે આવેલ પશુ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં ઘોડીના તમામ મેડિકેલ રિપોર્ટ કરાવામાં આવ્યા, પણ કઈ બીમારી રિપોર્ટમાં બહાર આવી જ નહીં! ડોકટરોનું કહેવુ હતુ કે, ઘણી વખત પાલતુ જાનવરોને પોતાના માલિક સાથે પ્રેમ હોવાથી આવા કિસ્સા બનતા હોય છે. આ કિસ્સો ભુજના વાઢિયા ગામનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.