થર્ટી ફર્સ્ટનાં દિવસે સમગ્ર રાજ્યમાં દારૂ ઘૂસાડવાના અને ઝડપવાના બનાવોમાં સતત વધારો જોવા મળ્યો હતો. બુટલેગરો અવારનવાર સમગ્ર રાજ્યમાં અવનવી તરકીબો અજમાવીને વિદેશી દારૂની હેરાફેરી કરવા માટેનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યના સુરત શહેરમાં આવેલ લિંબાયત વિસ્તારના શંકર નગરમાં નવા વર્ષની મધરાત્રે દારૂ પી ને દાદર પરથી પટકાયેલ યુવાનનું સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તેની પહેલાં જ મોત થયું હતું. નાનાભાઈ એ મારામારીની વાતચીત કરતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતાં. જો કે, મરનાર ચંદુ કોટા દારૂનો બંધાણી હોવાનું સામે આવતા પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતક કાપડની દુકાનમાં કામ કરતો હતો :
મૃતકનાં નાનાભાઈ વમશી કોટાનું જણાવવું છે કે, ચંદુ કાપડની દુકાનમાં કામ કરી રહ્યો હતો. કુલ 4 દિવસ નોકરી કરીને 10 દિવસ આરામ કરવાની ખરાબ લત હતી. ગુરુવારે નવા વર્ષની ઉજવણીમાં ચિકાર દારૂ પી ને ચંદુ મધરાત્રે 3 વાગ્યે ઘરે આવ્યો હતો. દરવાજો ન ખોલતાં દરવાજા ખખડાવવામાં એ દાદર પરથી નીચે પટકાઈ ગયો હતો.
સારવાર મળે તેની પહેલા મોત :
ઈજાગ્રસ્ત થયેલ ચંદુને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ બજાવી રહેલ તબિબો દ્વારા ચંદુને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. ચંદુના ભાઈએ માર મારીની વાત કરી હોવાને કારણે પોલીસે મોતનું કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ મૂકાવ્યો છે. ચંદુ એક ભાઈ અને માતાની સાથે રહેતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle