પાલનપુર: માતાજીનાં મંદિર નજીક ખોદકામ કરતી વખતે થયો ચમત્કાર -મળી આવી 822 વર્ષ પ્રાચીન 2 પ્રતિમા

હાલમાં એક ખુબ આશ્વર્યજનક સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમાચાર પાલનપુર જીલ્લામાંથી સામે આવી રહ્યાં છે. દાંતીવાડા પાસે દીવડી ગામની હદમાં આવેલ ચામુંડા માતા…

હાલમાં એક ખુબ આશ્વર્યજનક સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમાચાર પાલનપુર જીલ્લામાંથી સામે આવી રહ્યાં છે. દાંતીવાડા પાસે દીવડી ગામની હદમાં આવેલ ચામુંડા માતા મંદિર નજીક જમીન સમતળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન જૈન ધર્મની 822 વર્ષ જૂની 2 પૌરાણિક મૂર્તિઓ સહિત પૌરાણિક અવશેષો મળી આવ્યા હતા.

શુક્રવારની સાંજે મળી આવેલ પૌરાણિક સંપદાને લઇ મૂર્તિ જોવા માટે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. દાંતીવાડા પાસે વશી ગ્રામ પંચાયતના કબ્જામાં આવેલ દીવડી ગામની હદમાં પ્રાચીન ચામુંડા માતાનું મંદિર આવેલ છે. જેની આગળના ભાગમાં ગાડાં બાવળનું સામ્રાજ્ય છવાઇ જવા સાથે જમીન પણ ઊબડખાબડ કરી દીધી હતી.

જ્યાં શ્રદ્ધાળુઓ માતાજીના સુખરૂપ દર્શન કરી શકે તથા મંદિર સુધી પહોંચી શકે તેની માટે જમીન સમતળ સહિત જમીન સફાઈ કરવાની કામગીરી શરુ રહી હતી. આ દરમિયાન શુક્રવારે સાંજે જૈન સંપ્રદાયની વિવિધ 4 ફૂટ જેટલી લાંબી મૂર્તિઓ સહિત પ્રાચીન ઈંટો, જિનાલયનાં તૂટેલા ઘુમ્મ્ટ સહિતના અવશેષો મળી આવ્યા હતા.

જો કે,આ મૂર્તિઓની બારીકાઇથી નિરીક્ષણ કરતા સં.1254 એટલે કે 822 વર્ષ જૂની હોવાની સાથે શ્વેતામ્બર જૈન ભગવાનની મૂર્તિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગેની જાણ દાંતા મામલતદાર કચેરીને થતા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા સ્થળ પરિસ્થિતિનું રોજકામ કરીને મૂર્તિઓને વશી ગ્રામ પંચાયતના સરપંચ સરદારભાઈ ડૂંગાઈસાને સુરક્ષિત રાખવા માટે પંચાયત ઘરમાં મુકી દેવામાં આવી છે.

વશી ગ્રામપંચાયતનો જૂનો સર્વે નંબર-137 પ્રાચીન અવશેષોથી ભરપૂર :
દીવડી ગામની સીમમાં 800 વર્ષની ઉપરાંત પ્રાચીન વારસો મળી આવતાં પ્રજામાં અચરજનું મોજું ફરી વળ્યું છે. લોક માન્યતા પ્રમાણે ચામુંડા માતાનું મંદિર અતિ પ્રાચીન છે. જેનો જીર્ણોધ્ધાર તત્કાલીન મહારાણા ભવાનીસિંહજીએ આજથી 90 વર્ષ પૂર્વે કરવામાં આવ્યો હતો.

જયારે બીજી બાજુ વૃદ્ધોની વાયકા પ્રમાણે વશી ગામની સીમાડેથી વાંદરું ચઢતું જે સીસરાના ઘોડીયાળ જઇ ઉતારતું હતું ત્યારે પૌરાણિક એવું આ નગર કેટલું મોટું હશે, જે કાળક્રમે ધરતીમાં સમાઇ ગયું હશે. જેની સાક્ષી સ્વરૂપ સર્વે નંબર-137થી માંડી ઘોડિયાળ ગામ માર્ગના ગણછેરા સહિત કેટલાંક ગામોમાં હાલમાં પણ પ્રાચીન અવશેષો વેર-વિખેર પાડેલા જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *