રાજકોટમાં ગોઝારો અકસ્માત: રક્ષાબંધન પહેલા જ ભાઈએ એકની એક બેન ગુમાવી, દીકરીના મોતથી પરિવારમાં કલ્પાંત

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલ અકસ્માત દરમિયાન આજે બપોરે થયેલા ગોઝારા અકસ્માતમાં 4 ડોક્ટર્સની જિંદગી હોમાય ગઈ હતી. જેમાંથી મૃતક ફોરમ હર્ષદભાઇ ધ્રાંગધરીયા કોઠારીયા રોડ નંદા…

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલ અકસ્માત દરમિયાન આજે બપોરે થયેલા ગોઝારા અકસ્માતમાં 4 ડોક્ટર્સની જિંદગી હોમાય ગઈ હતી. જેમાંથી મૃતક ફોરમ હર્ષદભાઇ ધ્રાંગધરીયા કોઠારીયા રોડ નંદા હોલ નજીક ભારતી નગરમાં રહેતી હતી. જાણવા મળ્યું છે કે, તે હોમિયોપેથી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે એક ભાઇથી મોટી હતી. તેના પિતા મિસ્ત્રી કામ કરે છે. આશાસ્પદ દિકરીના મોતથી ગુર્જર સુથાર પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

મળતી માહિતી મુજબ, વાજડી નજીક અકસ્માતને પગલે 4 વિદ્યાર્થીઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. આ મૃતકોની વિગતોમાં એક આદર્શભારતી પ્રવીણભારતી ગૌસ્વામી છે જે મૂળ રામોદના નવાગામનો વતની હતો. પોતે બે ભાઈ એક બહેનમાં બીજો હતો. તેમના પિતા જમીન મકાનનો વ્યવસાય કરતા હોવાનું સામે આવ્યું છે.

બીજો નિશાંત નીતિનભાઈ દાવડા અને ત્રીજી ફોરમ હસદભાઈ ધ્રાગધરીયા જે એકભાઈ એક બહેનમાં મોટી અને પિતા સુથારીકામ કરે છે. મૃતક બંને વિદ્યાર્થીઓ ચોથા વર્ષમાં અભ્યાસ કરતા હતા. જાણવા મળ્યું છે કે, રાજકોટના ખીરાસરા નજીક વાજડી ગામે એક અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા.

તેમાં મૃતક ત્રણ વિદ્યાર્થીઓની સાથે ઘવાયેલી રાજકોટ મહાનગરપાલિકામાં ડોક્ટર તરીકે નોકરી કરતી સીમરન અને કૃપાલી સાથે ખીરાસરા ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને સામેના રસ્તે પલટી ખાઈ જતા એસટીની ઠોકરે ચડી ગઈ હતી. આ અકસ્માતમાં ફોરમનાં મૃત્યુથી એક ભાઈએ રક્ષાબન્ધન પહેલા જ તેની બહેન ગુમાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *