Deva Gurjar Murder Case: રાજસ્થાનના કોટામાં દેવપુર હત્યા કેસમાં SIT ટીમે મુખ્ય આરોપી સહિત બીજા પાંચ આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરેલા લોકોની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ મુખ્ય કારણ જાણવા માટે દેવા ગુર્જર ઉર્ફે દેવા ડોનના નજીકના મિત્ર બાબુલાલ ગુર્જરની પૂછપરછ કરી રહી છે અને પૂછી રહી છે કે કઈ મજબૂરી હતી જેના કારણે તેની હત્યા કરી નાખી. ઉપરાંત પોલીસ હજુ પણ બીજા આરોપીઓની તપાસ કરી રહી છે.
SIT ટીમના એસપી પારસ જૈને કહ્યું કે હત્યા ના મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓ ભાગીને મધ્યપ્રદેશ ગયા હતા. ત્યાં ઝાબૂઆ અને ઇન્દોર ની આસપાસ અમને તેઓના લોકેશન મળ્યા. ત્યારબાદ અમે એક ટીમ તૈયાર કરી ને ત્યાં મોકલી અને મધ્ય પ્રદેશની પોલીસની મદદથી નાકાબંધી કરી દેવાઈ હતી. આ નાકાબંધી ને જોઈને આરોપીઓ રાજસ્થાન તરફ પાછા ફર્યા અને કનવા પોલીસ અધિકારીએ હત્યા કેસના મુખ્ય આરોપી બાબુલાલ સાથે બાપુ તાગડ, બલરામ જાટ અને સુખરામ જાટની અટકાયત કરી.
દેવા ગુર્જરના સંબંધીઓએ અન્ય ૧૫ લોકો સામે નોંધાવી ફરિયાદ
તેઓએ જણાવ્યું કે ચેચટ નિવાસી મનોજ ગુર્જરની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ટીમ તમામ સબૂતો સાથે લઈને તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં મૃતકના પરિજનોએ રાવતભાટા પોલીસ સ્ટેશનમાં 15 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં SIT ટીમની રચના પહેલા બેંગુ સીઆઈ રતન સિંહ તપાસ અધિકારી હતા. સ્થળનું નિરીક્ષણ કર્યા પછી, SIT ટીમે ટીમના તમામ સભ્યોને તપાસ માટે આ વિસ્તારમાં અને તેની આસપાસ સ્થાપિત તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ લેવાનોઆદેશ આપ્યો હતો.
હાલ માં જંગલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
બીજી તરફ જંગલમાં ડ્રોન ઉડાવીને અન્ય બદમાશોની શોધ કરવામાં આવી રહી છે. એસપી રવિ જૈને કહ્યું કે આ બદમાશોને ટૂંક સમયમાં ચિત્તોડ જિલ્લા રાવતભાટા પોલીસને સોંપવામાં આવશે. બાકીના આરોપીઓની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. પોલીસે કોટા જિલ્લા ગ્રામીણના ચેચટ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેડા રૂદ્ર, બક્ષપુરા, ઘાટોલી, દામોદરપુરા અને રામપુરિયા ગામમાં પણ દરોડા પાડ્યા છે. આ સાથે મુકુંદરા ટાઈગર રિઝર્વના જંગલમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
વાયરલ વીડિયો પરથી આરોપીની ઓળખ થઇ હતી
ઘટનાના બીજા દિવસે દેવા ડોન પર હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં લગભગ 13 લોકો સલૂનની દુકાનમાં હાથમાં હથિયારો અને બાર લઈને જોવા મળ્યા હતા. ત્યારબાદ, તે સલૂનની દુકાન પર હુમલો કરતો હોય તેવું વિડીયો માં જોવા મળ્યું હતું.
હુમલામાં ચીસોના અવાજ સાથે વિડિયોમાં હુમલાખોરો સ્પષ્ટપણે દેખાતા હતા. આવી સ્થિતિમાં પોલીસને પણ આ વીડિયોમાંથી ઘણી મહત્વની કડીઓ મળી ગઈ છે. પોલીસે વીડિયો દ્વારા આરોપીઓની ઓળખ કરી અને ટીમો બનાવી દીધી છે. પોલીસે જણાવ્યું કે મુખ્ય આરોપી બાબુલાલ ગુર્જર ની ધરપકડ કરવામાં આવી છે અને હાલ માં પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.