ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની મોટી અસર સુરત-મુંબઈના હીરા બજાર સહિત દેશના અન્ય જેમ્સ સ્ટોનના વેપારને પણ થઇ છે. માર્ચમાં હોંગકોંગમાં થનારો જેમ એન્ડ જ્વેલરી શો મે મહિનામાં આયોજિત થશે. કાયમ 10 દિવસ માટે થતો ફેર ટૂંકાવીને 4 દિવસનો કરાયો છે. જેથી સુરત-મુંબઈના 500 એક્ઝિબિટર્સ, 10,000 મુલાકાતી સહિત સ્થાનિકોને આ બે માસ દરમિયાન મળનારો રૂ.9000 કરોડથી વધુનો વેપાર જોમખમાં મુકાયો છે. તજજ્ઞો જણાવે છે કે, એક્ઝિબિશન પાછું ઠેલાતા થતાં વેપારમાં 25 ટકાની અસર નોંધાશે.
ડાયમંડના જથ્થાની નિકાસ અટકી પડી છે
હોંગકોંગની તમામ શાળાઓ કોલેજો સહિતના તમામ જાહેર સેક્ટરમાં તા.3 માર્ચ સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે હોંગકોંગથી મળેલા સમાચાર પ્રમાણે માર્ચમાં થનારો જેમ એન્ડ જ્વેલરી શો કોરોનાવાયરસના કારણે પાછો ઠેલાયો છે. આ શો 18થી 21 મે 2020 દરમિયાન આયોજિત થવાની સંભાવના છે. કોરોના ભયના પગલે હોંગકોંગમાં રહેતા ભારતીય હીરા ઉદ્યોગકારો ભારત પરત ફરવા માંડ્યા છે. હોંગકોંગ જ્વેલરી શો માટે સુરતમાં તૈયાર થયેલા પોલિશ્ડ ડાયમંડના જથ્થાની નિકાસ અટકી પડી છે. હોંગકોંગ શો પાછળ ઠેલાતા ઘણી સમસ્યા ઉભા થવાની સંભાવના છે.
હોંગકોંગમાં થતું 37 % એક્સપોર્ટ સુરતથી
જીજેઈપીસી પાસેથી મળતાં આંકડાઓ પ્રમાણે દર વર્ષે સુરતમાં તૈયાર થતાં પોલિશ્ડ ડાયમંડ અને ડાયમંડ-ગોલ્ડ જ્વેલરી પૈકી 37 ટકા એક્સપોર્ટ હોંગકોંગ જ્યારે 4 ટકા એક્સપોર્ટ ચીનમાં થાય છે. પાછલા ઘણા સમયથી હોંગકોંગ મેન્યુફેક્ચરીંગ હબ બન્યું છે. સુરત થી એક્સપોર્ટ થતાં હીરા હોંગકોંગ વાયા થઈને અન્ય દેશોમાં જાય છે. સુરત-મુંબઈના જ હીરા ઉદ્યોગકારોની 900થી વધુ કંપનીઓએ ત્યાં સ્થાપેલી છે.
ફેરમાં આખા વર્ષની ખરીદીનો ટ્રેન્ડ નક્કી થાય છે
હીરાઉદ્યોગકાર નિલેશ બોડકીએ જણાવે છે કે, હોંગકોંગમાં એચકેબીસી દ્વારા માર્ચમાં અને યુબીએમ દ્વારા સપ્ટેમ્બરમાં જ્વેલરી શોનું આયોજન થાય છે, જે બજારનો આખા વર્ષનો ટ્રેન્ડ નક્કી કરે છે.
જીજેઈપીસીના દિનેશ નાવડીયા જણાવે છે કે, હોંગકોંગમાં 37 % અને ચીનમાં 4 % ડાયમંડની નિકાસ થાય છે. આ ઉપરાંત સુરતથી વાર્ષિક 1.50 લાખ કરોડનું જેમ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.