સુરત(surat): શાકભાજી પેટ્રોલના સતત વધતા જતા ભાવના કારણે ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે. મધ્યમ વર્ગના પરિવારની સ્થિતિ ન સહેવાય એવી થઈ ગઈ છે. મોંઘવારીના કારણે વસ્તુઓના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે. તો બીજી બાજુ હીરા માર્કેટમાં મંદી ચાલી રહી છે.
છેલ્લા 51 દિવસથી રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુધ્ધના કારણે સુરતના હીરા ક્ષેત્રે મોટા પાયે નુકશાન થયું છે. જેને કારણે વેપારી અને રત્નકલાકારો પાસે કામ હોવાનું પણ જોવા મળી રહ્યું છે. હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.
આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, વેપારી અને રત્નકલાકારો પાસે કામ ન હોવાના કારણે ભગવાનની ધૂન બોલાવી રહ્યા છે. એકબાજુ જનતા ઉપર મોંઘવારીનો માર અને બીજી બાજુ 51 દિવસથી ચાલી રહેલ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવતા હાલત કફોડી બની હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.