મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં હવે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે છે, તેમ છતાં લોકો માસ્ક વગર બહાર ફરતા હોય છે. મુંબઈમાં લોકોને માસ્ક પહેરાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અલગ અલગ સ્થળોએ ફિલ્ડ માર્શલ્સ તૈનાત કર્યા છે.
આવા જ એક ક્લીન-અપ માર્શલને માસ્ક પહેરવાવ માટે એક માણસને કહેવું ભારે પડ્યું હતું. તે વ્યક્તિએ તેને તેની કારના બોનેટ પર લટકાવી દીધો અને તેને લાંબા અંતર સુધી રસ્તા પર ભગાડ્યો હતો. 2 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. એક સપ્તાહ બાદ પણ આરોપી પોલીસ કસ્ટડીમાંથી બહાર છે.
આ ઘટના મુંબઈના સાન્તાક્રુઝ વિસ્તારની છે. અહીં એક માણસ માસ્ક વગર કાર ચલાવી રહ્યો હતો. તેને જોઈને સુરેશ નામના માર્શલે ચલણ કાપવા માટે તેની કારને હાથ લગાવ્યો હતો. આ હોવા છતાં, તે રોકાયો નહીં અને માર્શલ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. માર્શલ ઉતાવળથી કારના આગળના ભાગ પર લટક્યો હતો. તેમનો જીવ બચી ગયો, પરંતુ કારમાં ચાલકે વાહન રોક્યું નહીં અને માર્શલને દૂર ખેંચી ગયો હતો.
મુંબઈમાં માસ્ક વગર બહાર નીકળવા બદલ 200 રૂપિયાનો દંડ BMC દ્વારા લગાવવામાં આવ્યો છે. સુરેશે કહ્યું હતું કે, તેણે કાર રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે માન્યો ન હતો. વીડિયો સામે આવ્યા બાદ સોમવારે સાંતાક્રુઝ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો હતો. પોલીસ પાસે આરોપીના વાહન નંબર છે, પરંતુ અત્યાર સુધી તે કસ્ટડીમાંથી બહાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.