લગ્ન મંડપમાં થયું ઘમાસણ: પીધેલા વરરાજાની શાન દુલ્હને ઠેકાણે લાવી, જુઓ વિડીયો

Marriage Viral Video: લગ્નમાં નાચ ગાન કરવું અને થોડી મજાક-મસ્તી કરવી સામાન્ય વાત છે. ખાસ કરીને લગ્ન વાળા દિવસે જાનૈયાઓનો એક અલગ જ વટ હોય છે, જ્યાં તે પોતાની (Marriage Viral Video) જાતને મહાન બતાવવા માટે વિચિત્ર પ્રકારની માંગણીઓ કરે છે અને ઘણી વખત તો હલ્લો મચી જાય છે.

આ તમામ કારનામાઓ કરવામાં વરરાજાના મિત્રોનું પૂરેપૂરું યોગદાન હોય છે. પરંતુ કેટલીક વખત આ પ્રકારની મશ્કરી અને હલ્લાબોલ લોકો પસંદ નથી કરતા અને ઘણી વખત જાન લીલા તોરણે જ પાછી ફરે છે. એવું જ કંઈક થયું છે દેશની આઈટી રાજધાની બેંગ્લોરમાં જ્યાં દુલ્હન લેવા માટે આવેલી જાનમાં વરરાજાએ દારૂ ઢીંચી પોતાના મિત્રો સાથે આતંક મચાવ્યો. દુલ્હનની માતાને આ બધું પસંદ ન આવ્યું અને જાન લીલા તોરણ એ જ પાછી ફરી.

દારૂડિયા વરરાજાની હરકતોને કારણે જાન પાછી ફરી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક લગ્ન સમારોહ દરમિયાન સ્ટેજ પર ઉભી રહેલી મહિલા બૂમો પાડી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે દુલ્હનની મા હતી, જે દારૂ ઢીચેલા વરરાજા અને તેના મિત્રોએ મચાવેલા આતંકથી નાખુશ થઈ જાનૈયાને ખરું ખોટું સંભળાવ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વરરાજાએ દારૂ પીને હંગામો કર્યો અને સાસુએ જાનને પાછી કાઢી. ત્યારબાદ જાનૈયાઓએ લાખ કોશિશ કરી પરંતુ દુલ્હનની માતા પોતાના નિર્ણય પર અડગ રહી હતી. પરિણામે જાનને દુલ્હન વગર જ પાછું ફરવું પડ્યું હતું.

ફિલ્મી અંદાજમાં વરરાજાએ ઉછાળી પૂજાની થાળી
વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વરરાજાએ દારૂ પીધા બાદ લગ્ન માં કરવામાં આવતી વિધિઓને ગંભીરતાથી ન લીધી. નશામાં ધુત વરરાજાએ પૂજાની થાળીને પણ ફિલ્મી અંદાજમાં ઉછાળી દીધી, ત્યારબાદ વાત વધારે બગડી હતી. વરરાજાએ પોતાના ઘમંડ અને દારૂના નશાને કારણે નીચું જોવાનો વારો આવ્યો હતો. દુલ્હનની માતાએ કહ્યું હતું કે જ્યારે લગ્નમાં જ વરરાજાની આવી હાલત છે તો લગ્ન બાદ મારી દીકરીનું શું થશે.