આજકાલ વધતી અકસ્માતના કિસ્સા સતત વધી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં પાટણમાં ખેતરેથી ઘરે જતાં દંપતી પર ડમ્પર ફરી વળ્યું છે. જેમાં ભાઇની હાજરીમાં બહેન-બનેવીનું મોત નીપજ્યું છે. તેમાં ત્રણ બાળકો નોંધારા બન્યા છે.
શુક્રવારના રોજ પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ નજીક રોડા ગામના માર્ગ પરથી પુર ઝડપે અને ગફલતભરી રીતે પસાર થઈ રહેલા લોડિંગ ડમ્પર ગાડીનાં ચાલકે માર્ગ પરથી પસાર થતાં રાહદારી દંપતીને હડફેટમાં લઈને બન્નેનાં ધટના સ્થળે મોત નિપજાવી ગાડી ચાલક પોતાની ગાડી ઘટના સ્થળે મુકી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, ધધાણા ગામે આવેલા ડાભી વાસમાં રહેતા ઠાકોર લખાજી શંકરજી ડાભી કે જેઓ પોતાના પરિવાર સાથે હારીજનાં રોડા ગામે ખેતી કામ કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવી રહ્યાં હતા. ત્યારે ગઈકાલે રોડા બસ સ્ટેશનથી તેઓ પોતાની પત્ની સાથે ચાલીને આવતા હતા.
આ દરમિયાન માર્ગ પરથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા લોડીંગ ડમ્પર ગાડીનાં ચાલકે પતિ-પત્નીને હડફેટમાં લેતા ઘટના સ્થળે જ લખાજી શંકરજી ડાભી તથા તેમના પત્નીનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું છે. અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક પોતાનું ડમ્પર ઘટના સ્થળે મુકી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. તો બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
અકસ્માતની પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી બન્ને મૃતકના સ્થળ પંચનામા કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હારીજ નજીક રોડા બસ સ્ટેશન નજીક સજાયેલા અકસ્માતમાં પતિ-પત્નીનાં મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
હારીજ પી.એસ.આઇ. એસ.બી.સોલંકીના જણાવ્યા અનુસાર, ડમ્પર ચાલક ઘટના સ્થળે ડમ્પર છોડીને ભાગી ગયો હતો. જેમાં ડમ્પરને કબ્જે કરી હારીજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત ડ્રાઇવરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.