ગુજરાતની સૌથી મોટી સામાજિક સંસ્થાના આગેવાને કહ્યું રૂપાણી નહી પણ આ હશે ૨૦૨૨ ના મુખ્યમંત્રી

આજે ખોડલધામ ખાતે પાટીદાર સમાજની બેઠક મળવાની છે. જેમાં લેઉવા અને કડવા પટેલ સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે. આ બેઠક પહેલા તાજેતરમાં ખોડલધામના…

આજે ખોડલધામ ખાતે પાટીદાર સમાજની બેઠક મળવાની છે. જેમાં લેઉવા અને કડવા પટેલ સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે. આ બેઠક પહેલા તાજેતરમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. નરેશ પટેલના પાટીદાર મુખ્યમંત્રીના નિવેદન બાદ રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. તેમણે કહ્યું કે, રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આપ(આમ આદમી પાર્ટી) જે રીતે કામ કરે છે, તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે. અને પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ.

આ બેઠકમાં કોણ કોણ હાજર રહેશે
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ
ઉંઝા ઉમિયાધમના દિલીપ નેતાજી

રમેશભાઇ દુધવાલા
વાસુદેવ પટેલ
હંસરાજભાઇ ધોરૂ કચ્છ

લવજીભાઇ બાદશાહ
ઉદ્યોગપતિ રમેશ ટીલારા
ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણી

સિદસર ઉમિયાધામ જેરામબાપા
આર.પી.પટેલ વિશ્વ ઉમા સંસ્થાન
બી.એસ.ઘોડાસરા

બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા જ 2022ની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા ગઈકાલે ગુજરાત આવીને બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના ખેમામાં પણ ચહલપહલ શરૂ થઈ ગઈ છે. તો આ વચ્ચે 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આજે જોવા મળશે.

મળતી માહિતી મુજબ, આજે સવારે 10 વાગ્યે ખોડલધામ ખાતે કડવા પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ-આગેવાનો કાગવડ ખાતે ખોડલધામ પહોંચશે. અહીં પહેલા મંદિર ખાતે માતાજીના દર્શન કરશે અને ત્યારબાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના લેઉવા પાટીદાર આગેવાનો સાથે કડવા પાટીદાર આગેવાનોની બેઠક યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *