કેરળના કોલ્લમ (Kollam, Kerala) જિલ્લામાં, 17 જુલાઈના રોજ માર્ટોમા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (MIIT)માં NEET પરીક્ષા પહેલા સ્ક્રીનિંગના નામે છોકરીઓના આંતરિક વસ્ત્રો ઉતારવામાં આવ્યા હતા. આમાંથી એક વિદ્યાર્થીના પિતાએ એફઆઈઆર નોંધાવી છે. અત્યાર સુધીમાં પાંચની ધરપકડ કરવામાં આવી છે.
આ ભયાનક અનુભવમાંથી પસાર થનારી એક વિદ્યાર્થીનીએ પોતાનું દર્દ શેર કર્યું. વિદ્યાર્થીએ કહ્યું, “3 કલાક સુધી પરીક્ષા લખતી વખતે અમે નર્વસ હતા. અમારી માનસિક સ્થિતિ અસ્થિર હતી. અમારા આંતરિક વસ્ત્રો ઉતારવામાં આવ્યા હતા. અમારી પાસે દુપટ્ટો નહોતો અને અમે છોકરાઓ સાથે બેસીને પરીક્ષા આપતા હતા. અમારે અમારું મોઢું વાળોથી ઢાંકવું પડ્યું હતું, આ મારા જીવનનો સૌથી ખરાબ અનુભવ હતો.
‘અમને ઇનરવેર હાથમાં લઈને જવા કહ્યું’
પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્ક્રીનીંગ પછી, જે છોકરીઓની બ્રામાં મેટલ હૂક હતા તેમને એક બાજુ ખસેડવામાં આવી. પછી એક પછી એક અમને એક રૂમમાં મોકલવામાં આવ્યા અને અમને ઇનરવેર કાઢવા માટે કહેવામાં આવ્યું. જ્યારે હું રૂમમાં દાખલ થઇ, ત્યારે મેં ચારેબાજુ જમીન પર પડેલી બ્રાં જોઈ.
જ્યારે અમે બધી ગર્લ્સ પેપર લખીને પાછી ફરી, ત્યારે બધી છોકરીઓને ચિંતા હતી કે અમને અમારા આંતરિક વસ્ત્રો મળશે કે નહીં. સદભાગ્યે મને મારું ઇનરવેર મળી ગયું, પરંતુ એક છોકરીને તે મળ્યું નહીં, જેના પછી તે રડવા લાગી. તેના રડવાનો અવાજ સાંભળીને ત્યાં હાજર અધિકારીઓ પૂછવા લાગ્યા કે તે કેમ રડે છે? ત્યારે તેઓએ અમને કહ્યું કે આ તપાસ પ્રક્રિયાનો એક ભાગ છે.
આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ હતી કે, પરીક્ષા બાદ અમને અમારી ઇનરવેર હાથમાં લઇને બહાર જવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ અમે બધી છોકરીઓ સહમત ન થઈ અને ફરીથી તે જ રૂમમાં ગઈ અને આંતરિક વસ્ત્રો પહેર્યા. ત્યાર પછી જ અમે બહાર ગયા.
કેસમાં પાંચની ધરપકડ, NTAએ તપાસ શરૂ કરી
પોલીસે આ કેસમાં પાંચ મહિલાઓની ધરપકડ કરી છે. આમાંથી ત્રણ મહિલાઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની હતી. જ્યારે બે મહિલાઓ કોલેજની હતી. આ અંગે પોલીસને ત્રણ ફરિયાદ મળી છે. સાથે જ NTAએ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.