કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં lockdown લાગુ કરવામાં આવ્યું છે.જેના લીધે તમામ લોકો પોતાના ઘરમાં જ કેદ થઇ ગયા છે. જ્યાં પહેલા રોડ ઉપર ભીડ દેખાતી હતી હવે ત્યાં સન્નાટો છવાઈ ગયો છે. વાતાવરણ પણ પહેલાં કરતાં સ્વચ્છ થઈ ગયું છે.Lockdown નું પાલન ન કરવા પર સખત કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા જેની અસર દેખાઈ રહી છે.
જોકે lockdown વચ્ચે ઘણા વિસ્તારોમાં રોડ પર જનાવરો ફરતા દેખાઈ રહ્યા છે. મોકલ જે ના વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે.એવો જ ઉત્તરાખંડનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દેહરાદૂનના રોડ પર એક હાથી ફરતા નજર આવી રહ્યો છે.
વીડિયોમાં સ્વચ્છ રીતે દેખાઈ રહ્યું છે કે સવારનો સમય છે એક હાથી મસ્ત થઈને દેહરાદૂનના રોડ પર નીકળી પડ્યો છે. તેવામાં અચાનક સામે એક દૂધવાળો પોતાની બાઇક લઇને આવતો નજર આવી રહ્યો છે. સામેથી આવતી બાઈકને જોઈ પહેલાં તો હાથી થોડો રોકાઈ ગયો બાદમાં આ અવસરનો ફાયદો ઉઠાવી દૂધવાળો પોતાની ગાડી રોડ પર છોડીને ભાગી જાય છે.
આ વીડિયોને આઈએફએસ અધિકારી પરવીન કાસવાન એ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શન માં લખ્યું છે કે વિશાળકાય નું નિરીક્ષણ, જ્યારે એક મોટું જનાવર સવારે ની સેર પર નીકળે અને કેટલાક શુભ ચિંતકોને મળી રહ્યો છે.
Mammoth inspection. This jumbo is on a morning walk & met few well wishes also. Outside Dehradun. Via Whatsapp. pic.twitter.com/XCzPBW0Hx0
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 3, 2020
આ વિડીયો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આવું ખૂબ ઓછી વાર જોવા મળે છે જ્યારે આટલા મસ્ત અંદાજમાં એકલો હાથી રોડ પર નીકળે છે. અધિકારીના આ વીડિયોને ઘણા લોકો શેર કરી ચૂક્યા છે અને પસંદ પણ કરી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news