હાથીનું મદનિયું પડી ગયું નાળામાં, તેને બચાવવા માતાએ શું કર્યું જુઓ વિડીયોમાં

ક્યારેક-ક્યારેક સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ જાય છે તેને જોઈને કોઈપણ નું મન પ્રસન્ન થઇ જાય છે.આવો જ એક વિડીયો lockdown વચ્ચે વાયરલ થઇ…

ક્યારેક-ક્યારેક સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ જાય છે તેને જોઈને કોઈપણ નું મન પ્રસન્ન થઇ જાય છે.આવો જ એક વિડીયો lockdown વચ્ચે વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક હાથીનું બચ્ચું રોડ કિનારે નાળામાં પડી જાય છે અને તેની માતા તેને ત્યાંથી બહાર કાઢે છે.

હકીકતમાં ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલથી આ વીડિયો અને શેર કર્યો છે.

આ ઘટના ત્યારે બની જ્યારે હાથીનું બચ્ચું પોતાની માતા સાથે જઈ રહ્યું હતું. રસ્તામાં તે રોડના કિનારે એક મોટા નાળામાં પડી જાય છે. ત્યારબાદ તેની માતા એ તેને ત્યાંથી બહાર કાઢ્યો.

આ દરમિયાન તેને જોઇને દરેક કોઈ હેરાન થઈ ગયા. લોકો આ ઘટનાનો વીડિયો બનાવવા લાગ્યા. વાયરલ થયેલા આ વીડિયોમાં ખૂબ અવાજો પણ આવી રહ્યા છે. જોકે આ વાયરલ વીડિયોમાં જણાવવામાં નથી આવ્યું કે તે ક્યાંનો છે.

આ વીડિયો અને સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. અહીંયા જુઓ વિડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *