‘બુક ઓફ રિવિલેશન’માં દુનિયાના અંતને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ બુકના પાંચમાં અને આઠમાં અધ્યાયમાં જોન ઓફ પોટેમસે ધરતી પર થનારી ઘટનાઓ અંગે ભવિષ્ય ભાખ્યું છે. ધાર્મિક ગુરૂ ગ્રેગ સેરેડાએ બુક ઓફ રિવિલેશનમાં લખેલી વાતોમાં દુનિયાના સર્વનાશની વાત કરવામાં આવી છે. ગ્રેગ સેરેડાનું કહેવું છેકે, આ પુસ્તકની સાતમી સીલ ખુલવામાં હજી થોડો સમય બાકી છે. આ સીલ ખુલતાની સાથે જ નિશ્ચિંત રૂપે દુનિયાનો સર્વનાશ થશે.
લગભગ એક વર્ષ પહેલાં સેરેડાએ યૂટ્યુબ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેમણે ચેતવણી આપતા કહ્યુ હતુકે, ‘બુક ઓફ રિવિલેશન’ મુજબ હાલમાં આપણે છઠ્ઠા સીલમાં જીવી રહ્યા છીએ. સાતમું સીલ ખુલતા જ ધરતીમાંથી માનવ જાતિનું નામ ભૂંસાઈ જશે. આ વીડિયોનાં તેમણે વર્ષ 2020 શરૂ થવાનાં થોડા મહિના બાદ દુનિયાના અંતની ભવિષ્યવાણીની થિયરીને પણ તેમણે વિસ્તારથી સમજાવી છે.
સેરેડા મુજબ, સાતમા સીલમાં જીજસના આવવાનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે પાંચમાં સીલમાં આદિમ યુગની વાત કરી હતી. એનો મતલબ એ થાય છેકે, જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ તે ‘બુક ઓફ રિવિલેશન’ મુજબ છઠ્ઠુ સીલ છે. બુક ઓફ રિવિલેશનના છઠ્ઠા સીલમાં જોરદાર ભૂકંપ આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
આ એવો સમય હશે જ્યારે સૂરજનો રંગ કાળો પડવા લાગશે અને ચંદ્ર લોહીની જેમ લાલ ચમકશે. એટલું જ નહી, આકાશના તારાઓ પણ તૂટીને જમીન પર પડવા લાગશે. માણસ જાતે પોતાની આંખોથી દુનિયાનો અંત થતો જોશે.
સૂરજ, ચંદ્ર, તારા અને ધરતીના વિનાશની આવી જ ભવિષ્યવાણીનો ઉલ્લેખ ‘ગોસપેલ્સમાં પણ કરવામાં આવ્યો છે. જેમાં જીજસે ધરતીના વિનાશની વાત કહી હતી. મેથ્યુના જણાવ્યા મુજબ, ઈસુએ પ્રકરણમાં કહ્યું હતું કે, “ગ્રેટ ટ્રિબ્યુનલ બાદ સૂર્યનો રંગ કાળો પડી જશે” ચંદ્ર તેની ચમક ગુમાવશે અને તારાઓ તૂટીને જમીન પર પડી જશે. આ સર્વનાશ સ્વર્ગની શક્તિને પણ હચમચાવી નાખશે.
સેરેડાએ છેલ્લાં 100 વર્ષોમાં થયેલી મોટી દુર્ઘટનાઓથી’બુક ઓફ રિવિલેશન’ની વાતો સાથે જોડીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેનું કહેવું છે કે આ પુસ્તકની દરેક વસ્તુમાં સત્ય છે, જે ધીરે ધીરે સાચું થઈ રહ્યું છે. 1 નવેમ્બર 1755 ના રોજ લિસ્બનમાં જે ભયંકર ભૂકંપ તેની સૌથી મોટી સાબિતી છે. આ ભૂકંપથી 4 માઇલ સ્ક્વેરમાં વસેલાં લોકોનો નાશ થયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8.5-9.0 માપવામાં આવી હતી. આ ભૂકંપનાં 40 મિનિટ બાદ જ ભયાનક સુનામી આવી. 50 ફૂટ ઉંચી સુનામીનનો ખૌફ સદીઓ સુધી લોકોનાં મનમાંથી નીકળી શકી નથી.
આ ઐતિહાસિક ભૂકંપ અને સુનામીને કારણે લગભગ 1 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પ્રભાવિત વિસ્તારની સીમાઓ પર વસેલા લોકો પણ ભયભીત થઈને પોતાના ઘરો છોડવા પર મજબૂર થયા હતા. રિવિલેશન 6:12 મુજબ, ભૂકંપ બાદ સૂરજ કાળો પડી જશે અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ જશે. સેરેડાએ આ ભવિષ્યવાણીને ઈતિહાસની ઘટનાઓ સાથે જોડીને પોતાનો પક્ષ રાખ્યો છે.
સેરેડા કહે છે, ‘લિસ્બનમાં આવેલાં ભૂકંપના 25 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં સવારે લગભગ 8 વાગ્યે ‘બુક ઓફ રિવિલેશન’ની ભવિષ્યવાણી સાચી થઈ હતી. આ દરમ્યાન દિવસનાં અજવાળામાં જ સૂરજનો રંગ કાળો પડી ગયો હતો અને ચારેય બાજુ અંધારુ છવાઈ ગયુ હતુ. આ ઘટનાનો અંત અહી જ ન હતો. રાતનાં અંધારામાં ચંદ્રમાં પણ દેખાતો ન હતો. અને જ્યારે દેખાયો ત્યારે તેનો રંગ લાલ થઈ ગયો હતો.
તેનું વધુ એક ઉદાહરણ 13 નવેમ્બર 1933માં નોર્થ અમેરિકામાં જોવા મળ્યુ હતુ. આ એ તારીખ છે જ્યારે ઉત્તર અમેરિકામાં આકાશ ચાર કલાક માટે આગ જેવું દેખાવા લાગ્યુ હતુ.
સેરેડાએ 2020માં લોકોને ચેતવણી આપતા યુટ્યુબ પર આ વીડિયો શેર કર્યો હતો. તેમનું કહેવું હતુકે, રિવિલેશનની છઠ્ઠી સીલમાં લખેલી બધી જ વાતો સાચી થતી દેખાઈ રહી છે. સાતમની સીલમાં જીજસના પાછા ફરતા પહેલાં આ બધુ એક વાર ફરીથી થઈ શકે છે. સેરેડા મુજબ, સાતમી સીલ ખુલતા પહેલાં સ્વર્ગમાં લગભગ અડધો કલાક સુધી સન્નાટો રહેશે. આ સમયે જીજસ પોતાની એન્જલ્સની સાથે ધરતી પર ઉતરી રહ્યા હશે.
તે ઉપરાંત ફ્રાન્સિસી ભવિષ્યવેત્તા માઇકલ દિ નાસ્ત્રેદમસે આવનારા ઘણા વર્ષો માટે સદીઓ પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી હતી. આખી દુનિયામાં લોકો નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે. આનું કારણ એ છે કે તેમની અત્યાર સુધીની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. નાસ્ત્રેદમસે 2020 માટે જે ભવિષ્યવાણીઓ કરી છે, તેમાં માનવતા માટે સારા સમાચાર નથી. બીજા અન્ય ભવિષ્યવેત્તાઓએ પણ 2020માં વિનાશનાં જ સંકેત આપ્યા છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં 2020માં દુનિયાનો અંત આવવાના સંકેત પણ છાપેલા છે. ચાલો જાણીએ કે 2020 માટે નાસ્ત્રેદમસે શું ભવિષ્યવાણી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.