ગુસ્સે ભરાયેલી પબ્લિકે સાંસદને ઉભા રોડે દોડાવી દોડાવીને માર્યા, પોલીસની સામે ફોડ્યું માથું

Public Beat Netaji: બિહારના કેમૂર જિલ્લાના કુદરા પોલીસ સ્ટેશન વિસ્તારના નાથોપુર ગામ પાસે આવેલા સાસારામ સંસદીય ક્ષેત્રના સાંસદ મનોજકુમારના શાળા (Public Beat Netaji) નજીક ચૂંટણી જીત્યા બાદ રેલી કાઢી રહ્યા હતા અને શાળાના બસચાલકો સાથે માથાકૂટ થઈ ગઈ હતી. વચ્ચે બચાવ કરવા માટે આવેલા સાંસદ મનોજકુમારને પણ બદમાશોએ મારીને ઘાયલ કરી દીધા છે.

સાંસદના માથાના ભાગે વાગ્યું
જાણવા મળી રહ્યું છે કે સાંસદને માથું ફાટી ગયું છે. સુચના મળતા જ સ્થાનિક પોલીસ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોચ્યા હતા. સાંસદને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. ઈલાજ ચાલી રહ્યો છે. તેમજ પોલીસની હાજરીમાં જ તમામ બાળકોને શાળાએથી તેના ઘરે મોકલવામાં આવ્યા હતા.

આ કારણોસર થયો હતો વિવાદ
જાણકારી આપતા સાંસદના ભાઈ મૃત્યુંજયએ જણાવ્યું હતું કે મતગણના નું પરિણામ આવ્યા બાદ લોકો રેલી કાઢીને જઈ રહ્યા હતા. એવામાં તે લોકો બદમાસી કરવા લાગ્યા. અમારા બસના ચાલકને માર માર્યો. સાંસદ જ્યારે વચ્ચે પડ્યા તો તેમને સમજાવીને ત્યાંથી મોકલી દીધા. પછી 8 થી 10 લોકો દંડા અને ફટકા લઈને શાળા પાસે આવ્યા અને હંગામો કરવા લાગ્યા. જ્યારે સંસદ તેમને સમજાવવા માટે ગયા હતો તેમણે તેમની પર હુમલો કરી દીધો. તેમનું માથું ફાટી ગયું છે. અમે લોકો ન્યાયની માંગણી કરીએ છીએ.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

ડીસીપી પ્રદીપ કુમારે આપી જાણકારી
ડીસીપી પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે આ લોકો સાથે શાળામાં કંઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે વિવાદ વધ્યો અને મારપીટ થઈ ગઈ. સાંસદ સહિત 6થી વધારે લોકો ઘાયલ થયા છે. સાંસદનો ઈલાજ ચાલી રહ્યો છે. ત્યાં પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર છે. હાલમાં આરોપીઓ ફરાર છે. હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.