એક જ બિલ્ડીંગમાં રહે છે આખું શહેર: હોસ્પિટલથી લઈને પોલીસ સ્ટેશન સુધીની તમામ સુવિધા…

Alaska Building: જો અમે તમને એવું કહે કે દુનિયામાં એક શહેર એવું પણ છે જેની આખી વસ્તી એક જ બિલ્ડિંગમાં રહે છે, તો તમારી પ્રતિક્રિયાઓ શું હશે? સ્વાભાવિક છે કે તમને એવું લાગશે કે અમે મજાક કરી રહ્યા છીએ, પરંતુ હકીકતમાં આવી એક બિલ્ડીંગ (Alaska Building) છે. અમેરિકા અલાસ્કામાં વ્હિટિયર નામનું એવું એક અનોખું શહેર છે. જ્યાં તમામ લોકો એક જ ઇમારતમાં રહે છે. 14 માળની આ બિલ્ડીંગનું નામ બેગીચ ટાવર છે, જ્યાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. આ બિલ્ડિંગ જ અલાસ્કાના આ શહેરને અનોખું બનાવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ એક બિલ્ડિંગમાં પોલીસ સ્ટેશન, હોસ્પિટલ, શાળા, કરિયાણાની દુકાન, ઓફિસ સહિતની તમામ સુવિધાઓ છે.

કેટલી છે શહેરની વસ્તી?
જાણકારી મુજબ બેચિંગ ટાવરના પહેલા માળે તમામ સુવિધાઓ છે જે એક  શહેરને ચલાવવા માટે જરૂરી હોય છે. એક તરફ પોસ્ટઓફિસ તો બીજી તરફ પોલીસ સ્ટેશન છે. 2023ના આંકડાઓ અનુસાર આ શહેરની કુલ વસ્તી 263 લોકોની છે.

આ કારણોસર નથી નીકળતા બિલ્ડીંગની બહાર
અહીંયાના લોકો આ ઈમારતથી બહાર નથી જતા કારણકે અલાસ્કાના આ વિસ્તારમાં વાતાવરણ ખૂબ ખરાબ છે. અહીંયા ક્યારેક ક્યારેક હવાઓ 60 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય છે અને 250 થી 400 ઈંચ સુધી બરફ વર્ષા થાય છે.

આ બિલ્ડીંગનું નિર્માણ 1956 માં થયું હતું. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આનો ઉપયોગ સેનાના બેરેક તરીકે કરવામાં આવતો હતો. પછીથી તેને રેસીડેન્સીયલમાં ફેરવી દેવામાં આવી હતી, જેમાં આજે આખું શહેર રહે છે. આ બિલ્ડીંગ આધુનિક સમાજ માટે કોઈ પ્રેરણાથી ઓછું નથી, જ્યાં લોકો મર્યાદિત સંસાધનો અને કઠણ પરિસ્થિતિઓમાં પણ એકતા જાળવી રાખે છે.