પત્નીને ક્યાં ખબર હતી કે, આ ફોનમાં તેના પતિ સાથે છેલ્લી વખત વાત થઇ રહી છે… -વતન આવામાં માત્ર 10 દિવસ જ બાકી હતાને ફોન આવ્યો: “તમારા પતિનો અકસ્માત થયો છે…”

ગુજરાત(gujarat): ઉનાળાની કાળજાળ ગરમી હોય કે પછી કડકડતી ઠંડી 24 કલાક સરહદ પર જ્યારે દેશના જવાન જાગે છે ત્યારે દેશવાસીઓ આરામની ઊંઘ લઈ શકે છે.…

ગુજરાત(gujarat): ઉનાળાની કાળજાળ ગરમી હોય કે પછી કડકડતી ઠંડી 24 કલાક સરહદ પર જ્યારે દેશના જવાન જાગે છે ત્યારે દેશવાસીઓ આરામની ઊંઘ લઈ શકે છે. તેમછતાં આપણે આર્મી જવાનોના મૂળ પ્રશ્નો તેમજ તેમના પરિવારોજનોની હાલત વિશે આપણને કઈય જ ખબર હોતી નથી. હાલમાં જ ગુજરાતના આર્મી જવાન સાથે બનેલી એક દુર્ઘટના બાદ આ વાતને સાચી સાબિત થઇ રહી છે.

પત્નીને ક્યાં ખબર હતી કે, તેના પર આભ તૂટી પડશે…
ગુજરાતમાં આવેલ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં એક સુલીપુર નામના ગામનો 26 વર્ષીય આર્મી જવાન બોર્ડર પર ફરજ બજાવી રહ્યો હતો. બોર્ડર પર ફરજ બજાવી રહેલ આર્મી જવાનનો પત્ની અને 8 મહિનાનું બાળક રાહ જોઇ રહ્યા હતા. આર્મી જવાનને વતન આવામાં માત્ર 10 દિવસ જ બાકી રહ્યા હતા.

1 એપ્રિલના રોજ વહેલી સવારે 6 વાગ્યે આર્મી જવાને તેની પત્ની સાથે વાત કરી હતી, અને તે પછી દંપતી વચ્ચે ફરી વખત સવારના 9 વાગ્યે વાતચિત થઇ હતી. પરંતુ 9 વાગ્યે ફોનમાં સરખો અવાજ ન સંભળાતા ફોન કપાઈ ગયો હતો. પરંતુ પત્નીને ક્યાં ખબર હતી કે, હવે તેમના પર આભ તૂટી પડવાનું છે. પતિ સાથેની આ વાતચીત તેની છેલ્લી વાત હશે. સવારે 9 વાગ્યે ફોન તો આવ્યો પણ કઈ વાત થઈ શકી નહીં, માત્ર એકબીજાનો અવાજ જ સાંભળવા મળ્યો હતો.

સવારના 10.30 વાગ્યાની આસપાસ બંગાળના સિલ્લીગુડીથી સિક્કીમના ગંગટોક તરફ જતી આર્મીની ટ્રક અચાનક તિસ્તા નદીમાં પલટે છે અને આ ટ્રકનો ડ્રાઇવર એ બીજું કોઈ નહીં પણ વડનગરના સુલીપુરમાં રાહ જોઇને બેઠેલી અસ્મિતાનો પતિ અને તેના 8 મહિનાના બાળકનો પિતા રાયસંગજી ઠાકોર હોય છે. આર્મી જવાનનો તર્ક તિસ્તા નદીમાં ખાબક્યા બાદ 1 એપ્રિલની સાંજે 8.30 વાગ્યે આર્મી ઓફિસરનો રાયસંગજીની પત્નીના નંબર પર ફોન આવે છે અને કહે છે કે, ‘તમારા પતિની ગાડીનો અકસ્માત થઈ ગયો છે’. સાંભળતા જ અસ્મિતા પડી ભાંગે છે. અને ચોચાર આંસુએ રડી પડે છે.

હજુ પણ તિસ્તા નદીમાં ડૂબેલા રાયસંગજી ઠાકોરનો મૃતદેહ મળ્યો નથી છે. છેલ્લા 3 દિવસથી તિસ્તા નદીમાં રાયસંગજી ઠાકોર શોધખોળ કરવામાં આવી રહી છે. તરવૈયાઓ છેલ્લા 3 દિવસથી મૃતદેહ શોધી રહ્યા છે. પરંતુ રાયસંગજી ઠાકોરનો અત્તોપત્તો મળ્યો નથી. ઉલ્લેખનીય છે કે, રાયસંગજી ઠાકોર સાથે રહેલો સહચાલક ચાલુ ટ્રકથી કૂદી ગયો હતો અને તેમનો બચાવ થયો હતો. ત્યાર બાદ તેને ગંભીર હાલતમાં આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

વડનગર ખેરાલુ હાઈવે પર આવેલા ખેતરમાં જવાનના પિતા સવાજીભાઈ ખેતી કરી ગુજરાન ચલાવે છે. દીકરા રાયસંગજી સાથે બનેલી આ દુર્ઘટનાના સમાચાર આવતા જ પરિવાર ચિંતામાં મુકાયો છે. તેમજ દીકરાને મેળવવા માટે શું કરવું? કોને કહેવું? તેની તેમને કોઈ જ ખબર ન પડતી હોવાથી તેઓ કોઈપણ પ્રકારની પ્રોસિઝર પણ કરી શકે તેમ નથી. ખંઢેર જેવા મકાનમાં રહેતા આર્મીના જવાનના પરિવારજનો ત્રણ દિવસથી ભૂખ્યા રહીને દીકરાની આવવાની રાહ જોઇને બેઠેલા છે. આ અંગે જાણ થતાં પરિવારનાં સગાંસંબંધીઓ પણ પરિવારને મળવા અને આશ્વાસન આપવા માટે આવી રહ્યાં છે.

2019માં અસ્મિતા સાથે લગ્ન થયાં 
આર્મીમેન રાયસંગજી ઠાકોરનાં લગ્ન ગોરીસણા ગામે રહેતા અનુપજીની દીકરી અસ્મિતા સાથે 23 મે 2019ના રોજ થયાં હતાં. લગ્નજીવન દરમિયાન તેઓ એક બાળના માતા-પિતા બન્યાં હતાં. આ બાળક 8 માસનું જ છે. જવાનના પત્ની અસ્મિતાબહેને કહ્યું કે, શનિવારે સવારે 6 કલાકે ફોન આવેલો. આ સમયે તેમણે પૂછ્યું કે, શું કરે છે? મેં કહ્યું કંઈ નહીં એટલે તેમણે કહ્યું કે, અત્યારે હું ગાડી લઈને જઈ રહ્યો છું, મોડા ફોન કરું.

ત્યારબાદ સવારે પોણા 9 વાગ્યે ફરી કોલ આવ્યો પણ તે સમયે સરખો અવાજ ન આવતા હેલ્લો…હેલ્લો…કરતા હતા. પરંતુ મારો અવાજ જતો નહોતો. પછી ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો પછી મેં ખુબ જ ફોન કર્યા પણ કઈ વાત થઇ શકી નહિ. રાત્રે 8.30 વાગ્યે સેનામાંથી અકસ્માતની ઘટના અંગેનો ફોન આવતા સેના તરફથી જણાવ્યું કે સવારે 10 થી 11 વચ્ચે જવાનને અકસ્માત નડતા તેઓ પાણીમાં ડૂબી ગયા છે. જેથી સમગ્ર મામલે પરિવારને મેં જાણ કરી હતી. મેજર મેડમ ત્રણ દિવસથી કહે છે કે, શોધી રહ્યા છીએ પણ કોઈ પ્રૂફ જ મળતું નથી.

શનિવારના રોજ રાયસંગજી આર્મી ની ટ્રક લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ તિસ્તા નદીમાં તેઓની ટ્રક ખાબકી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે, તેમની સાથે અન્ય એક જવાન પણ સાથે હતા પરંતુ તેઓ બહાર કૂદી ગયા હતા જેથી તેમનો આબાદ બચાવ થયો હતો. પરંતુ રાયસંગજી બહાર નહોતા નીકળી શક્યા, અને ટ્રક સાથે નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ચાર દિવસથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

ચાર દિવસ બાદ આજે મૃતદેહ મળી આવતા, પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આશા છે કે આવતીકાલ સુધીમાં જવાનના પાર્થિવ દેહને તેમના વતન લાવવામાં આવશે. રાયસંગજીના જીવન વિશે વાત કરીએ તો, સલીપુર ગામમાં રહેવાસી સવાજી ઠાકોરના પુત્ર રાયસંગજીએ કોલેજ પૂરી કરીને સેનામાં ફોર્મ ભર્યું હતું. પહેલા જ પ્રયત્નમાં પરીક્ષા પાસ કરી વર્ષ 2017 માં તેમની આર્મીમાં પસંદગી થઈ હતી. જાણવા મળ્યું છે કે, તેમનું પહેલું પોસ્ટિંગ જમ્મુ ખાતે થયું હતું અને જમવા બાદ સિક્કિમમાં ફરજ સોંપાઈ હતી.

શહીદ જવાન રાયસંગજી ઠાકોરના લગ્ન જીવનની વાત કરીએ તો, વર્ષ 2019 ના રોજ ગોરીસણા ગામે રહેતા અનુપજી ની દીકરી અસ્મિતા સાથે તેમના લગ્ન થયા હતા. લગ્નજીવન બાદ તેઓ એક બાળકના માતા પિતા બન્યા હતા. મિત્રો રાયસંગજીના મૃત્યુ બાદ ૮ મહિનાના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. તેમના પત્ની અસ્મિતા બહેને જણાવ્યું કે, તેઓ આવનારી 10 એપ્રિલના રોજ પાછા આવવાના હતા પરંતુ અત્યારે તેમના મોતના સમાચાર સામે આવ્યા છે. તેઓ 24 ડિસેમ્બરે ઘરે આવ્યા હતા અને 15 દિવસ રોકાઈને નવ જાન્યુઆરીએ પરત ફર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *